બોલિવૂડની ચુલબૂલી અભિનેત્રી સારા અલી તેની આગામી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે પહેલીવાર વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. ફેન્સ પણ બંનેને સાથે જોવા માટે આતુર છે. સારા અલી ખાનનો ઓટોમાં સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે નિયોન પિંક ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. સારા કહે છે, ‘અરે ગાડી ન આવી.’ ‘મેં ઘણી વખત મુંબઈની ઓટો રિક્ષામાં મુસાફરી કરી છે. આજે મારી કાર સમયસર ના આવી. સારા અલી ખાન જ્યારે ઈવેન્ટમાંથી ફ્રી થઈ ત્યારે કોઈ કાર લેવા ના આવી. આ સ્થિતિમાં સારા અલી ખાન રિક્ષા પકડીને ઘરે જવા રવાના થઈ હતી.
વિકી કૌશલ અને સારા અલી ખાન ઈન્દોરના પરિણીત કપિલ અને સૌમ્યાની ભૂમિકા ભજવે છે. ટ્રેલર તેમના ખીલેલા પ્રેમની ઝલક આપે છે અને શરૂઆતમાં તેમના પરિવારો ખુશ છે. ટ્રેલર ઝડપથી ‘સાઇડ બી’ પર શિફ્ટ થાય છે, જ્યાં કપિલ અને સૌમ્યા એકબીજા સાથે લડતા અને છૂટાછેડા તરફ જતાં જોવા મળે છે, જેથી દરેક જણ એ પ્રશ્ન કરે છે કે શું ખોટું થયું છે. આ ટ્રેલર રોમાન્સ, ડ્રામા અને કોમેડીની રોલરકોસ્ટર રાઈડની ઝલક દેખાડે છે. આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્મ તારીખ 2 જૂન, 2023ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે.
સારા અલી ખાન તેના અંગત જીવનને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. સારા અગાઉ કાર્તિક આર્યનને ડેટ કરતી હતી તેવા અહેવાલ સામે આવ્યા હતા. તેમની લવ સ્ટોરીની શરૂઆત કરણ જોહરના ચેટ શો ‘કોફી વિશ કરણ’થી થઈ હતી. ત્યારબાદ તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ 2’માં દેખાયા હતા. જો કે, ફિલ્મ રિલીઝ થાય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સારા અલી ખાનનું નામ ઈશાન ખટ્ટર સાથે પણ ચર્ચાયું હતું. આ સિવાય સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. તેમજ વીર પહાડિયા સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા હતા. જે બાદમાં ડિલીટ કરી દીધા હતા.