/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/sara-ali-khan-photo1.jpg)
Sara Ali Khan : શું સેફ અલી ખાન એક્સ વાઇફ અમૃતા સિંહ સાથે ન્યૂયર સેલિબ્રેટ કરશે?
Sara Ali Khan : અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પ્રેમી છે. હાલમાં તે લંડનમાં રજાનો આનંદ માણી રહી છે. ત્યારે તેણે વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે તેની માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળી રહી છે. સારાએ એમ પણ કહ્યું કે, તે તેના નાના ભાઈ ઈબ્રાહિમને મિસ કરી રહી છે.
સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર ચાર તસવીરો શેર કરી છે. જે ક્રિસમસ સેલિબ્રેશનની છે. એક તસવીરમાં સારા તેની માતા સાથે અને અન્ય બે તસવીરમાં તેના પિતા સાથે જોવા મળી રહી છે. સારાએ એક સોલો ફોટો પણ શેર કર્યો છે. આ તસવીર શેર કરીને અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "માય બેબી બ્રઘરને મિસ કર્યો. સાન્તા આ મેરી ક્રિસમસ માટે ધન્યવાદ| કાશ ઇબ્રાહિમ અહીંયા તુ હોત."
ચાહકોએ તેની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. જ્યારે કેટલાક યૂઝર્સે કહ્યું કે, સૈફ અને અમૃતા સાથે રજાઓ માણી રહ્યા છે. સારા સાથે બંનેને જોઈને યુઝર્સ ખૂબ જ ખુશ છે. તો કેટલાક લોકોએ કહે કે, કરીનાને બાજુ પર છોડીને સૈફ તેની પૂર્વ પત્ની સાથે નવું વર્ષ ઉજવવા જઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સૈફ લંડનમાં અમૃતા સાથે નથી પરંતુ કરીના અને તેના બે પુત્રો સાથે છે. થોડા દિવસો પહેલા જ સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર ખાન અને પુત્રો તૈમુર અને જેહ સાથે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કરીનાએ સોશિયલ મીડિયા પર તેના પુત્રોની તસવીરો પણ શેર કરી છે. જે લંડનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાંથી છે.
સારા અલી ખાનની સોશિયલ મીડિયા પોસ્ટ પર એવી અટકળો ચાલી રહી છે કે સૈફ તેની માતા સાથે લંડનની મુલાકાતે છે. પરંતુ તે એવું નથી. જો સારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વિકી કૌશલ સાથે ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી. આ પછી તે ટૂંક સમયમાં 'એ વતન મેરે વતન'માં જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us