Sara Ali Khan Visits Temple : સારા અલી ખાને મહાકાલ મંદિરની મુલાકાત લેવા બદલ ટીકાકારો ને આપી આવી પ્રતિક્રિયા, ‘લોકો જે ઇચ્છે તે…

Sara Ali Khan Visits Temple : સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે ઝરા બચકે 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

June 01, 2023 08:26 IST
Sara Ali Khan Visits Temple : સારા અલી ખાને મહાકાલ મંદિરની મુલાકાત લેવા બદલ ટીકાકારો ને આપી આવી પ્રતિક્રિયા, ‘લોકો જે ઇચ્છે તે…
સારા અલી ખાને મહાકાલ મંદિરની મુલાકાત લીધી (ફોટોઃ સારા અલી ખાન/ઈન્સ્ટાગ્રામ)

ઉજ્જૈનના મહાકાલ મંદિરની સારા અલી ખાનની તાજેતરની મુલાકાતને લઈને ટ્રોલ થયા પછી , સારા અલી ખાને તેનું મૌન તોડ્યું અને ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો.

તેની આગામી ફિલ્મ જરા હટકે ઝરા બચકેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સારાએ કહ્યું હતું કે, “હું મારા કામને ખૂબ જ ગંભીરતાથી લઉં છું. હું લોકો માટે, તમારા માટે કામ કરું છું. જો તમને મારું કામ ન ગમે તો મને ખરાબ લાગશે પણ મારી અંગત માન્યતાઓ મારી પોતાની છે. હું એ જ ભક્તિ સાથે અજમેર શરીફ જઈશ જે ભક્તિ સાથે હું બાંગ્લા સાહિબ કે મહાકાલમાં જઈશ. હું મુલાકાત લેવાનું ચાલુ રાખીશ. લોકો જે ઈચ્છે તે કહી શકે છે, મને કોઈ વાંધો નથી. તમને સ્થળની એ વાઈબ્સ અને એનર્જી ગમવી જોઈએ…હું એનર્જીમાં માનું છું.”

આ પહેલીવાર નથી જ્યારે ગેસલાઇટની અભિનેત્રી મંદિરની મુલાકાત માટે ટ્રોલ થયો હોય. તાજેતરમાં, સારા મહાદેવ મંદિરની મુલાકાત લીધા પછી,તેના સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: 10 Years Of Yeh Jawaani Hai Deewani : અયાન મુખર્જીએ કહ્યું, “મારી છેલ્લી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હોવા છતાં લોકો મારી પાસે આવે ત્યારે ‘યે જવાની હૈ દીવાની’ વિષે ચર્ચા કરે છે”

આજે શરૂઆતમાં સારા અલી ખાને મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. આ પ્રસંગે તેણીએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. ભસ્મ આરતી (ભસ્મ સાથે અર્પણ) અહીંની પ્રસિદ્ધ વિધિ છે. તે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે 4 થી 5:30 વચ્ચે કરવામાં આવે છે.

મંદિરની પરંપરાને અનુસરીને સારા અલી ખાને ભસ્મ આરતી દરમિયાન ગુલાબી રંગની સાડી પહેરી હતી. ભસ્મ આરતીમાં મહિલાઓએ સાડી પહેરવી ફરજિયાત છે. ભસ્મ આરતી દરમિયાન સારાએ મંદિરના નંદીહાલમાં બેસીને પ્રાર્થના કરી હતી. અભિનેતાએ ગર્ભગૃહની અંદર જલાભિષેક પણ કર્યો હતો.

નોંધનીય છે કે સારાએ મહાકાલ મંદિરની મુલાકાત પહેલીવાર નથી કરી. મુલાકાત દરમિયાન, તે મંદિરના પરિસરમાં આવેલા કોળી તીર્થ કુંડમાં પણ ઊભી રહી અને ભક્તિ ભાવનામાં મગ્ન દેખાઈ હતી.

આ પણ વાંચો: Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ બ્લેક એન્ડ વ્હાઇટ લવ, લેટેસ્ટ Photos પર ફેન્સ બોલ્યા, તુમસે યે ઉમ્મીદ નહીં થી…

સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે ઝરા બચકે 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત સારા અલી ખાન પણ મેટ્રોમાં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ