scorecardresearch

સારા અલી ખાન તેની આગામી ફિલ્મની સફળતા માટે અજમેર શરીફ દરગાહની મુલાકાતે, અભિનેત્રીને જોવા ઉમટી ભીડ

Sara Ali khan: હાલમાં જ વિશ્વ પ્રસિદ્ધ અજમેરના ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી. સારા અલી ખાને મખમલની ચાદર અને પુષ્પો અર્પણ કર્યા હતા.

sara alki khan photos news
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફાઇલ તસવીર

સારા અલી ખાન (Sara Ali khan) હાલ તેની આગામી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બટકે’ (Zara Hatke Zara Bachke)ને કારણ ખુબ જ વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે વિકી કૌશલ પણ છે. સારા અલી ખાન એક એવી અભિનેત્રી છે જે દરેક ધર્મને માને છે. તે મસ્જિદ તેમજ મંદરિમાં જાય છે. સારા ઘણીવાર કેદારનાથ (Kedarnath) અને ઉજ્જૈન મહાકાલની મુલાકાતે જતી જોવા મળી છે. જેને લઇને ઘણી વખત હોબાળો પણ થયો છે, પરંતુ સારા અલી ખાન ડગમગી નથી. તેવામાં સારા હાલમાં જ વિશ્વ પ્રસિદ્ધ અજમેરના ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી. સારા અલી ખાને મખમલની ચાદર અને પુષ્પો અર્પણ કર્યા હતા. ત્યારે સારાને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ સારા-વિકાની આગામી ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેની શરૂઆત સાઇડ A દેખાડીને શરૂ થાય છે.


વિકી કૌશલ અને સારા અલી ખાન ઈન્દોરના પરિણીત કપિલ અને સૌમ્યાની ભૂમિકા ભજવે છે. ટ્રેલર તેમના ખીલેલા પ્રેમની ઝલક આપે છે અને શરૂઆતમાં તેમના પરિવારો ખુશ છે. ટ્રેલર ઝડપથી ‘સાઇડ બી’ પર શિફ્ટ થાય છે, જ્યાં કપિલ અને સૌમ્યા એકબીજા સાથે લડતા અને છૂટાછેડા તરફ જતાં જોવા મળે છે, જેથી દરેક જણ એ પ્રશ્ન કરે છે કે શું ખોટું થયું છે. આ ટ્રેલર રોમાન્સ, ડ્રામા અને કોમેડીની રોલરકોસ્ટર રાઈડની ઝલક દેખાડે છે. આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્મ તારીખ 2 જૂન, 2023ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: મેં બોલિવૂડમાં મારા દમ પર વર્ચસ્વ સ્થાપ્યું છે: સારા અલી ખાન

સારા અલી ખાન તેના અંગત જીવનને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. સારા અગાઉ કાર્તિક આર્યનને ડેટ કરતી હતી તેવા અહેવાલ સામે આવ્યા હતા. તેમની લવ સ્ટોરીની શરૂઆત કરણ જોહરના ચેટ શો ‘કોફી વિશ કરણ’થી થઈ હતી. ત્યારબાદ તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ 2’માં દેખાયા હતા. જો કે, ફિલ્મ રિલીઝ થાય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સારા અલી ખાનનું નામ ઈશાન ખટ્ટર સાથે પણ ચર્ચાયું હતું. આ સિવાય સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. તેમજ વીર પહાડિયા સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા હતા. જે બાદમાં ડિલીટ કરી દીધા હતા.

Web Title: Sara ali khan visit ajmer sharif dargah in rajsthan latest bollywood news

Best of Express