/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Sara-Tendulkar-acting-debut.jpg)
ડેટિંગની અફવાઓ વચ્ચે સારા તેંડુલકરે બોલિવૂડ ડેબ્યૂ પર કર્યો ખુલાસો
ક્રિકેટ આઇકોન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તેના બોલિવૂડ ડેબ્યૂના સમાચાર જોરશોરથી આવી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં વોગ ઈન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં સારા તેંડુલકર એકટિંગ ડેબ્યુ પર મોટો ખુલાસો કર્યો છે. અહીં જાણો શું કહ્યું
સારા તેંડુલકરે તેના અભિનયમાં શરૂઆત વિશે ખુલાસો કર્યો
સારા તેંડુલકરે તાજેતરમાં વોગ ઈન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં, ખુલાસો કર્યો કે તેણીનો અભિનયમાં પગ મૂકવાનો કોઈ પ્લાન નથી. તેણીએ એમ પણ કહ્યું કે તેના અંતર્મુખી સ્વભાવને કારણે તે સ્પોટલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. સારાએ કહ્યું, મને કેમેરાથી ડર લાગે છે. મને જે પણ ફિલ્મ મળી તે મેં નકારી કાઢી છે કારણ કે મને ખરેખર લાગ્યું હતું કે હું આ ફિલ્મ સાથે ન્યાય કરી શકીશ નહીં. અભિનય મને સંતોષ કરતાં વધુ ચિંતા આપે છે."
સારા તેંડુલકરની વાત ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે કારણ કે સારા બ્રાન્ડ કેમપેઇન અને મેગેઝિન શૂટ માટે કુદરતી રીતે પોઝ આપતી જોવા મળે છે. જોકે, અન્ય સ્ટાર બાળકોથી વિપરીત તે સ્ટારડમ પાછળ નથી. "હું ઘણી બધી વસ્તુઓ કરું છું. પાયો પાકો કરવા તેના પર ધ્યાન છે, પરંતુ હું એક નિર્માતા તરીકે ફેશન, બ્યુટી અને લાઇફસ્ટાઇલમાં પણ કામ કરું છું. હું ફક્ત તે જ કરું છું જે મને અધિકૃત લાગે છે હું દરેક વસ્તુ માટે હા નથી કહેતી.''
આ પણ વાંચો: Bhool Chuk Maaf | ભુલ ચુક માફ થિયેટરમાં નહિ ઓટીટી પર થશે રિલીઝ, ફિલ્મનિર્માતાઓ કારણ જણાવ્યું
સારા તેંડુલકરની કારકિર્દી (Sara Tendulkar Career)
સારા તેંડુલકરએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી બાયોમેડિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અને ક્લિનિકલ ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી મેળવી છે, તેમને હંમેશા ફિલ્મ સેટ કરતાં શૈક્ષણિક અને માનવતાવાદી કાર્યમાં વધુ રસ રહ્યો છે. તે હવે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે, જ્યાં તે પોતાના શિક્ષણનો ઉપયોગ હેલ્થ અને પોષણની પહેલોને માટે કરે છે જેનો વાસ્તવિક પ્રભાવ પડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us