દિવગંત કોરિયોગ્રાફર સરોજ ખાને પોતાની અદ્ભુત નૃત્યશૈલીના આઘારે વિશ્વસ્તરે ખુબ પ્રસિદ્ધી મેળવી હતી. પ્રતિભાશાળી સરોજ ખાને તેમની કારકિર્દીમાં અવિસ્મરણીય યાદો આપી છે. સરોજ ખાને લગભગ 2,000 ગીતોને તેમના નવીનતમ વિચારો અને કોરિયોગ્રાફીથી શણગાર્યા છે. ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિતને ડાન્સિંગ સ્ટાર બનાવવા પાછળ સરોજ ખાનનું ખુબ મોટું યોગદાન રહ્યુ છે. એવા મહાન કલાકાર સરોજ ખાનની આજે મંગળવારે જન્મજયંતી છે.
બોલિવૂડમાં એવા ઘણા શાનદાર ગીતો છે, જે આજે પણ સરોજ ખાનની કોરિયોગ્રાફી માટે જ પ્રચલિત છે. આ ઉપરાંત માધુરી દીક્ષિતને ‘ધક ધક ગર્લ’ બનાવવાનો શ્રેય સરોજ ખાનને જાય છે. ત્યારે સરોજ ખાને કોરિયોગ્રાફ કરેલા યાદગાર ગીતો અને તે સંબંઘિત કેટલીક યાદોને તાજા કરીએ.
સરોજ ખાને કોરિયોગ્રાફ કરેલું ગીત ‘ચને કે ખેત મેં’ આ ગીતને લોકોએ ભરપૂર પ્રમે આપ્યો હતો. આ સિવાય ફિલ્મ ‘તેજાબ’નું સૂપરહિટ ગીત જે આજેપણ લોકમુખે સાંભળવા મળે એ ‘એક દો તીન’ છે. જેમાં સરોજ ખાનની કલાનું લાજવાબ પ્રદર્શન જોવા મળે છે. આ સાથે ‘થાણેદાર’નું ‘તમ્મા તમ્મા લોગે’, બેટામાં ‘ધક ધક કરને લગા’ તેમજ ‘દેવદાસ’માં ‘માર ડાલા’ ગીતમાં સરોજ ખાનના કલાના કૌશલ્યના કારણે લોકો તેના તાલે ઝૂમતા થયા હતા.

સરોજ ખાનનું નામ હિન્દી સિનેમામાં ખુબ જ આદર અને સન્માનથી લેવામાં આવે છે. સરોજ ખાન સંબંધિત એવી ઘણી વાતો છે જેને પગલે તે લોકોના દિલોમાં કાયમી અમર થઇ ગયા છે. શાહીદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’નું ગીત ‘ઇશ્ક હી ગીત’ માટે સરોજ ખાનને ‘શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો નેશનલ ફિલ્મ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો’. આ ઉપરાંત સરોજ ખાનને’દેવદાસ’નું ગીત ‘ડોલા રે ડોલા’ કોરિયોગ્રાફ કરવા માટે ‘નેશનલ ફિલ્મ એવોર્ડથી’ સન્માનિત કરાયા હતા.
સરોજ ખાને તેની કારકિર્દીમાં દિગ્ગજ કલાકારોને તેના તાલે ઝૂમતા કર્યા છે. આપને જણાવી દઈએ કે સરોજ ખાનનું 71 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયુ હતું. તેમના મૃત્યુ પછી તેમની બાયોપિક વિશે ઘણા સમાચાર બહાર આવ્યા હતા, પરંતુ તે સમયે કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ શકી નહીં.
સરોજ ખાને 10 વર્ષની ઉંમરે સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું અને ગ્રૂપ ડાન્સર તરીકે ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમના ગીતોમાં ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’