મિસ્ટર ઇન્ડિયાથી પ્રચલિત થનારા અભિનેતા સતીશ કૌશિક એક સમયે આપધાત કરવા માગતા હતા, અભિનેતાએ ખુદ આ કિસ્સા વિશે વાત કરી હતી

Satish Kaushik: એક ઇન્ટરવ્યૂમાં બોની કપૂરે સતીશ કૌશિક અંગે ખુલાસો કર્યો હતો કે, તે એક સમયે આપધાત માટે પણ તૈયાર થઇ ગયા હતા. તેઓ ક્યારેક ચાલતી ગાડીમાંથી કૂદકો મારવા માગતા હતા તો ક્યારેક રૂમમાંથી મોતની છલાંગ મારવા ઇચ્છતા હતા.

Written by mansi bhuva
April 11, 2023 11:50 IST
મિસ્ટર ઇન્ડિયાથી પ્રચલિત થનારા અભિનેતા સતીશ કૌશિક એક સમયે આપધાત કરવા માગતા હતા, અભિનેતાએ ખુદ આ કિસ્સા વિશે વાત કરી હતી
સતિશ કૌસિકની ફાઇલ તસવીર

પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સતીશ કૌશિકનું 9 માર્ચે 66 વર્ષની વયે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. સતીશ કૌશિક ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેની બનાવેલી ફિલ્મો અને દમદાર અદાકારી દ્વારા તેઓ હંમેશા લોકોના દિલમાં અમર રહેશે. ત્યારે આજે સતીશ કૌશિકની આજે 11 એપ્રિલના રોજ જન્મતિથિ છે. સતીશ કૌશિકનો જન્મ 11 એપ્રિલ 1956માં હરિયાળાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો.

સતીશ કૌશિની ફિલ્મી સફર અંગે વાત કરીએ તો અભિનેતાએ જાને ભી દો યારે, જમાઇ રાજા, સાજન ચલે સસુરાલ, ચલ મેરે ભાઇ, હમારા દિલ આપકે પાસ હૈ, બ્રિક લેન, ઉડતા પંજાબ, મિસ્ટર ઇન્ડિયા, મિસ્ટર એન્ડ મિસેજ ખિલાડી સહિત ફિલ્મોમાં કામ કર્યું છે. જે પૈકી અભિનેતાને સાચી ઓળખ ‘મિસ્ટર ઇન્ડિયા’માંથી મળી હતી. આ ફિલ્મમાં સતીશ કૌશિકે કેલેન્ડરનું પાત્ર નિભાવ્યું હતું.

સતીશ કૌશિકે આ મુકામ સુધી પહોંચવા માટે આકરી મહેનત કરી હતી. સતીશ કૌશિક એક સામાન્ય પરિવારમાંથી હતા. તેઓ તેના માતા-પિતા સાથે દિલ્હીના કરોલબાગના રહેવાસી હતા. સતીશ કૌશિકને 5 ભાઇ-બહેન હતા. અભિનેતાનું જીવન સંઘર્ષભર્યું હતું. તેના પિતા હરિસન તાલા કંપનીમાં કામ કરતા હતા. જ્યાં તેમને વેતન 300 રૂપિયા મળતું હતું. જેમાં તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સતીશ કૌશિક તેમના પિતાની ખુબ નજીક હતા. જ્યારે તેણે તેના પિતાને આટલી મહેનત કરતા જોયા ત્યારે તેમણે તેના જીવનમાં કંઇક મોટું કરવાનું નક્કી કરી લીઘું હતું.

સતીશ કૌશિક એક્ટિંગ કરવા માગતા હતા. આ અંગે જ્યારે તેને તેના પિતાને વાત કરી હતી તો તેમણે બિલકુલ ના ગમ્યું અને તેને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ દુનિયા અને ઇન્ડસ્ટ્રી આપણા માટે નથી. આ પછી સતીશ કૌશિકે આ વાત તેના મોટા ભાઇને કહી. ત્યારબાદ તેણે પહેલા તો અભિનેતાને થપ્પડ મારી હતી, પરંતુ તે પછી તેઓ માની ગયા હતા અને તેને જ સતીશ કૌશિકને મુંબઇ જવા માટે મદદ કરી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડવાનું સપનું લઇને આવનારા સતીશ કૌશિકે મુંબઇ આવ્યા બાદ સૈપ્રથમ તેમના પિતાના મદદથી કાપડના કોઇ મિલમાં એકાઉન્ટન્ટનું કામ કરતા હતા. આમ ધીમે ધીમે અભિનેતાએ ફિલ્મી કરિયરમાં ઝંપલાવ્યું.

સતીશ કૌશિકે ફિલ્મી દુનિયામાં બોની કપૂરની ફિલ્મ ‘જીના ઇસી કા નામ’થી પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં અભિનેતાએ એક ફ્લાવર વેન્ડરનો રોલ અદા કર્યો હતો. ભલે ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો પરંતુ તેમની એક્ટિંગથી બોના કપૂર ખુબ પ્રભાવિત થયા હતા. જેને પગલે બોની કપૂરે સતીશ કૌશિકને ફિલ્મમાં ફી પેટે 200 રૂપિયાને બદલે ખુશ થઇને 500 રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો: કિસી કા ભાઇ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ, સલમાન ખાનનો દમદાર અંદાજ જોઇને ફેન્સ ફિલ્મ જોવા માટે આતુર

એક ઇન્ટરવ્યૂમાં બોની કપૂરે સતીશ કૌશિક અંગે ખુલાસો કર્યો હતો કે, તે એક સમયે આપધાત માટે પણ તૈયાર થઇ ગયા હતા. તેઓ ક્યારેક ચાલતી ગાડીમાંથી કૂદકો મારવા માગતા હતા તો ક્યારેક રૂમમાંથી મોતની છલાંગ મારવા ઇચ્છતા હતા. આ વિશે સતીશ કૌશિકે પણ એક કિસ્સો શેર કરતા કહ્યું હતું કે, મારી કિસ્મત હતી કે હું ફર્સ્ટ ફ્લોર હતો અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ખાવાનું પડ્યું હતું. ત્યારે જો હું છલાંગ મારીશ અને તેના પર પડીશ તો લોકો એવી ધારણા કરશે કે ક્યાંક તેણે ખાવાના ચક્કરમાં તો છલાંગ નથી મારી. લોકો સુસાઇડને પણ ગંભીરતાથી નહીં લે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ