બોલિવૂડ એક્ટર સતીશ કૌશિનું નિધન 9 માર્ચના રોજ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. સતીશ કૌશિક હોળી સેલિબ્રેશન માટે ગુરૂગ્રામ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેઓ તેના મિત્ર વિકાસ માલુમા ફાર્મહાઉસ સ્થિર થયા હતા. સતીશ કૌશિકના અવસાન પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં હ્રદયની ગતિ થંભી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જો કે મિત્ર વિકાસ માલુની પત્ની સાન્વી માલુએ પોતે તેના પતિ પર સતીશ કૌશિકની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાન્વી માલુએ જણાવ્યું હતું કે વિકાસ માલુને સતીશ કૌશિકે 15 કરોડ રૂપિયા આપવાના હતા. ત્યારે સાન્વીના આ ખુલાસા બાદ સતીશ કૌશિકનું મોત રહસ્ય બનતુ જઇ રહ્યું છે. આ વચ્ચે સતીશ કૌશિકના ભત્રીજાએ તેના અવસાન પરિવારની હાલત શું છે તે અંગે ખુલાસો કર્યો છે.
સતીશ કૌશિકના ભત્રીજા નિશાંતે ઇટાઇમ્સને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, સતીશજીના અચાનક નિધનથી પરિવારને વિશ્વાસ જ નથી કરી શકતો. તેની પત્ની શશિ અને પુત્રી વંશિકા આ વાતને હજુ સ્વીકારી જ શક્યા નથી. વંશિકા ઘરે આવતા સંબંધિઓ સાથે વાત કરતી નથી. તે એક ખુણામાં ચુપચાપ બેસી રહે છે. જ્યારે તે એકલી હોય છે તો તેની આંખોમાં આંસુ હોય છે. બીજી બાજુ સતીશજીની પત્ની શશિ શાંત થઇ જાય અને તેમની યાદોમાં ખોવાયેલી રહે છે. તેઓ આ શોકને હજુ સ્વીકારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હાલ તેઓ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.
વધુમાં નિશાંતે જણાવ્યું હતું કે, સતીશ અંકલ વંશિકાને ખુબ પ્રેમ કરતા હતા. તેઓ વંશિકા સાથે ખુબ સમય પસાર કરતા અને તેની સાથે રમત રમતા હતા. વંશિકાને પણ તેના સાથે સમય પસાર કરવો ખુબ ગમતું હતો. વંશિકા તેની સાથે રીલ્સ પણ બનાવતી હતી અને ઇન્સ્ટા પર શેયર કરતી હતી.
આ ઇન્ટરવ્યૂમાં નિશાંતને જ્યારે સતીશ કૌશિકના અધૂરા સપના અંગે સવાલ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, અંકલ સતીશ તેના પ્રોડક્શન હાઉસને એક નવી ઉંચાઇ પર લઇ જવા માંગતા હતા. તેઓ એક મોટો સ્ટુડિયો બનાવવા માંગતા હતા.
આ પણ વાંચો: આરઆરઆર ઓસ્કાર જીત : કોણ હતા અલ્લુરી સીતારામા રાજુ અને કોમારામ ભીમ?
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અભિનેતા જ્યાં રોકાયા હતા તે રૂમમાંથી ડાયઝિન અને પેટ સફાની બોટલ મળી આવી હતી. આ પછી તેમના બ્લડપ્રેશર અને શુગરની દવાઓ મળી આવી છે. જોકે, આ દવાઓ તેના મેનેજર પાસે રહેતી હતી અને તે ત્યાં જ દવાઓ આપતો હતો. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે અભિનેતા સતીશ કૌશિક ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મની ડીલ માટે તે વિકાસ માલુ સાથે વાત કરવા ફાર્મ હાઉસ ગયા હતા.





