Satya Prem Ki Katha Trailer: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો જબરદસ્ત રોમાન્સ જોવા મળ્યા, જુઓ ટ્રેલર

Satya Prem ki katha Trailer: રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર આજે સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં કાર્તિક અને કિયારાનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.

Written by mansi bhuva
June 05, 2023 12:38 IST
Satya Prem Ki Katha Trailer: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો જબરદસ્ત રોમાન્સ જોવા મળ્યા, જુઓ ટ્રેલર
કિયારા અડવાણી અને કાર્તિક આર્યન ફાઇલ તસવીર

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી ફરી એકવાર મોટા પડદા પર ઘમાલની સાથે રોમાન્સ કરતા જોવા મળશે. આ બંનેની રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર આજે સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં કાર્તિક અને કિયારાનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તેમની વચ્ચેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે. ટ્રેલરની સાથે મેકર્સે રિલીઝ ડેટ વિશે પણ જાણકારી આપી છે.

ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ની રિલીઝની વાત કરીએ તો, આ ફિલ્મ 29 જૂનના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે, જ્યારે સાજિદ નડિયાદવાલા ફિલ્મને પ્રોડ્યૂસ કરીયું છે. તેમજ આ ફિલ્મનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ અને અમદાવાદની અલગ-અલગ પોળો તથા અટલ બ્રિજ પર કરવામાં આવ્યું છે.

સત્યપ્રેમ કી કથાનું ટીઝર પણ હમણાં જ રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બંને કલાકારો નદી, બરફીલી ખીણો, ખેતરો અને મેળામાં રોમાન્સ કરતા જોવા મળે છે. કાર્તિક-કિયારાના લગ્ન પણ એક સુંદર મહેલમાં બતાવવામાં આવ્યા હતા. પરંતુ આખી ફિલ્મ કાર્તિક-કિયારાના લગ્ન પર આધારિત નથી પરંતુ સ્ટોરી લાઈન લગ્ન પછીના કપલ વચ્ચેની સ્ટોરી દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના નામને લઈને ઘણો વિવાદ ઉભો થયો હતો. આ ફિલ્મનું નામ પહેલા ‘સત્યનારાયણ કી કથા’ રાખવામાં આવ્યું હતું, પરંતુ નિર્માતાઓએ ફિલ્મના શીર્ષકની જાહેરાત કરતા જ વિવાદ શરૂ થયો ગયો હતો. કેટલાક સમુદાયો દ્વારા ફિલ્મ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. જોકે ફિલ્મના નિર્માતાઓએ સમજણ બતાવી વિવાદમાં પડ્યા વગર નામ બદલીને ‘સત્યપ્રેમ કી કથા’ કરી દીધું હતું.

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની અગાઉની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 સુપરહિટ રહી હતી. આ ફિલ્મ વર્ષ 2022ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ રહી હતી. ભૂલ ભુલૈયા 2 એ પેહલા જ દિવસે 14 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે ઓવર ઓલ 250 કરોડથી વધુની કમાણી કરી હતી. જેમાં ભૂલ ભુલૈયા 2નું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરાયુ હતું અને ટી-સિરીઝ દ્વારા પ્રોડયુસ કરવામાં આવ્યું હતું.

આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ