SCREEN Launch Event: ઇન્ડિયન એક્સપ્રેસની લોકપ્રિય મેગેઝીન ‘સ્ક્રીન’ને લોન્ચ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં શ્રદ્ધા કપૂર ગેસ્ટ બનીને પહોંચી હતી. અભિનેત્રી ‘સ્ક્રીન’ ની કવર ગર્લ પણ બની છે અને આ દરમિયાન તેણે સ્ક્રીન સાથે જોડાયેલા પોતાના અનુભવ શેર કર્યા હતા. સાથે શ્રદ્ધાએ આ ઇવેન્ટમાં પોતાની ફેમિલી અને ફિલ્મોને લઇને વાત કરી હતી. આવો જાણીએ શ્રદ્ધાએ શું કહ્યું છે.
સ્ક્રીનનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી
શ્રદ્ધા કપૂરે આ મેગા ઇવેન્ટનો ભાગ બનવા પર સૌ પ્રથમ ખુશી વ્યક્ત કરી હતી. આ પછી અભિનેત્રીએ ‘સ્ક્રીન’ મેગેઝિન સાથે સંકળાયેલા પોતાના જૂના અનુભવો પણ શેર કર્યા હતા. શ્રદ્ધાએ કહ્યું કે હું એક ફિલ્મી પરિવારમાં ઉછરી છું અને સ્ક્રીન ના ક્ષણોનો એક ભાગ રહી છું. જ્યારે હું મારા ઘરના હોલમાં દોડીને જોતી હતી અને ન્યૂ એડિશનને જોતી હતી. હું અને મારો ભાઈ બેસીને જોતા હતા કે આજે કયા ફિલ્મ સ્ટારનો ફોટો આવ્યો છે. આજે શું સમાચાર આવ્યા છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તે એ પણ જોતી હતી કે તેમાં પાપાનો ફોટો છે કે નહીં અને હવે તેના રિ-લોન્ચ કવર પર પોતાને જોઈને ખૂબ જ ખાસ અનુભવું છું. સાથે જ તેના માતા-પિતાને પણ ગર્વ છે કે તે ‘સ્ક્રીન’ની કવર ગર્લ બની છે.
આ પણ વાંચો – સ્ક્રીન મેગેઝીનની લાઇવ ઇવેન્ટ જોવા માટે અહીં ક્લિક કરો
શ્રદ્ધા કપૂરે ફિલ્મ સ્ત્રી વિશે શું કહ્યું
આ પછી જ્યારે શ્રદ્ધા કપૂરને પૂછવામાં આવ્યું કે તેમના મતે સ્ત્રી 2 ની આટલી સફળતાનું કારણ શું છે. આ વિશે વાત કરતા એક્ટ્રેસે જણાવ્યું કે ,’સ્ત્રી’ 6 વર્ષ પહેલા આવી હતી. મેં આ પહેલાં ક્યારેય આવી ફિલ્મ વિશે સાંભળ્યું ન હતું અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે તે આ માટે મારી પાસે આવ્યા હતા. મેં આ ફિલ્મના ડાયલોગ અને સીનને ખૂબ જ એન્જોય કર્યા હતા. આવામાં તેના પ્રથમ ભાગને જે પ્રેમ મળ્યો છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
શ્રદ્ધાએ ‘સ્ત્રી’ના મેકર્સ અને તેના કો-સ્ટાર્સના પણ વખાણ કર્યા હતા. શ્રદ્ધા એ’સ્ત્રી 3’ વિશે કહ્યું કે મારા ડાયરેક્ટર અમર સરે કહ્યું કે ‘સ્ત્રી 3’ની સ્ટોરી મળી ગઈ છે અને આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઇ હતી. તેમણે તેના માટે કંઈક સારું વિચાર્યું હશે અને હવે હું તેની રાહ જોઈ શકતી નથી.