સેલ્ફી મુવી કલેક્શન ડે 1: અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી 2.5 કરોડ રૂપિયા સાથે બોક્સ ઓફિસ પર વિનાશક રીતે ફ્લોપ

Selfiee box office collection day 1: અક્ષય કુમાર અને ઇમરાન સ્ટારર ફિલ્મ સેલ્ફીએ બોક્સ ઓફિસ પર અત્યંત ખરાબ પ્રદર્શન કર્યું છે.

Written by mansi bhuva
February 25, 2023 17:18 IST
સેલ્ફી મુવી કલેક્શન ડે 1: અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી 2.5 કરોડ રૂપિયા સાથે બોક્સ ઓફિસ પર વિનાશક રીતે ફ્લોપ
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ સેલ્ફીને મોળો પ્રતિસાદ મળતા ચિંતા પ્રસરી છે

અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. અક્ષય કુમાર માટે આ ફિલ્મ હિટ જાય તે ખુબ જ મહત્વપૂર્ણ હતુ, પરંતુ વર્ષ 2023માં તેની રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ જ બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઇ છે. જો કે, સેલ્ફીના એડવાન્સ બુકિંગને લોકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. જેને પગલે બોલિવૂડમાં ચિંતા પ્રસરી હતી. હવે વાત કરીએ સેલ્ફીએ ઓપનિંગ ડેના બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કર્યું તે અંગે વાત કરીએ.

ઉલ્લેખનીય છે કે, ગયું વર્ષ અભિનેતા માટે સૌથી ખરાબ રહ્યુ છે. કારણ કે વર્ષ 2022માં અક્ષય કુમારની મોટી ફિલ્મો પૃથ્વીરાજ ચૌહાણ, રામ સેતુ, બચ્ચન પાંડે સહિતની ફિલ્મો ફ્લોપ રહી છે. ત્યારે વધુ અક્ષય કુમારની વધુ એક ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ જતા અભિનેતા માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ટ્રેડ એનાલિસ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ઇમરાન હાશ્મી સ્ટારર સેલ્ફીએ શરૂઆતના દિવસે ટિકિટ કાઉન્ટર પર માત્ર રૂ.2.55 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. તો ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કે જણાવ્યું પ્રમાણે, સેલ્ફીએ એકંદરે માત્ર 9.95%નો વ્યવ્સાય નોંધાવ્યો હતો.

આ આંકડો ફિલ્મની રિલીઝ પહેલા સમીક્ષકોએ અંદાજ લગાવ્યો હતો તેના પણ ઓછો છે. ફિલ્મ નિર્મતા અને ટ્રેડ વિશ્લેષક ગિરીશ જોહરે ભવિષ્યવાણી કરી હતી કેસ સેલ્ફી ઓપનિંગ ડેમાં 4 કરોડથી 5 કરોડ રૂપિયા આસપાસ વેપાર કરશે.

આ પણ વાંચો: સેલ્ફી રિવ્યૂ: સેલ્ફી મુવીને દર્શકોએ ગણાવી ટાઇમવેસ્ટ, કાર્તિક આર્યન અક્ષય કુમાર કરતાં વધુ સારો

મહત્વનું છે કે, આ પહેલો એવો દાયકો છે જેમાં અક્ષય કુમારની ફિલ્મો સતત નિષ્ફળ જઇ રહી છે. છેલ્લે વર્ષ 2010માં અક્ષય કુમારની ફિલ્મ OMG 5 કરોડથી ઓછી કમાણી કરી હતી. ઓહ માય ગોડે રિલીઝના પહેલા દિવસે 4.25 કરોડની કમાણી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ