અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. અક્ષય કુમાર માટે આ ફિલ્મ હિટ જાય તે ખુબ જ મહત્વપૂર્ણ હતુ, પરંતુ વર્ષ 2023માં તેની રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ જ બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઇ છે. જો કે, સેલ્ફીના એડવાન્સ બુકિંગને લોકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. જેને પગલે બોલિવૂડમાં ચિંતા પ્રસરી હતી. હવે વાત કરીએ સેલ્ફીએ ઓપનિંગ ડેના બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કર્યું તે અંગે વાત કરીએ.
ઉલ્લેખનીય છે કે, ગયું વર્ષ અભિનેતા માટે સૌથી ખરાબ રહ્યુ છે. કારણ કે વર્ષ 2022માં અક્ષય કુમારની મોટી ફિલ્મો પૃથ્વીરાજ ચૌહાણ, રામ સેતુ, બચ્ચન પાંડે સહિતની ફિલ્મો ફ્લોપ રહી છે. ત્યારે વધુ અક્ષય કુમારની વધુ એક ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ જતા અભિનેતા માટે ચિંતાનો વિષય બની ગયો છે.
ટ્રેડ એનાલિસ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ઇમરાન હાશ્મી સ્ટારર સેલ્ફીએ શરૂઆતના દિવસે ટિકિટ કાઉન્ટર પર માત્ર રૂ.2.55 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. તો ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કે જણાવ્યું પ્રમાણે, સેલ્ફીએ એકંદરે માત્ર 9.95%નો વ્યવ્સાય નોંધાવ્યો હતો.
આ આંકડો ફિલ્મની રિલીઝ પહેલા સમીક્ષકોએ અંદાજ લગાવ્યો હતો તેના પણ ઓછો છે. ફિલ્મ નિર્મતા અને ટ્રેડ વિશ્લેષક ગિરીશ જોહરે ભવિષ્યવાણી કરી હતી કેસ સેલ્ફી ઓપનિંગ ડેમાં 4 કરોડથી 5 કરોડ રૂપિયા આસપાસ વેપાર કરશે.
મહત્વનું છે કે, આ પહેલો એવો દાયકો છે જેમાં અક્ષય કુમારની ફિલ્મો સતત નિષ્ફળ જઇ રહી છે. છેલ્લે વર્ષ 2010માં અક્ષય કુમારની ફિલ્મ OMG 5 કરોડથી ઓછી કમાણી કરી હતી. ઓહ માય ગોડે રિલીઝના પહેલા દિવસે 4.25 કરોડની કમાણી કરી હતી.