સાઉથ સિનેમાની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘શાકુંતલમ’નું ટ્રેલર આજે 9 જાન્યુઆરીના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સામન્થા શકુંતલાના કિરદારમાં નજર આવશે. તેમજ દુષ્યંતના રોલમાં એક્ટર દેવ મોહન જોવા મળશે.
આ સાથે પ્રકાશ રાજ, મધુબાલા, ગૌતમી, અલ્લુ અરહા, સચિન ખેડેકર, કબીર બેદી, ડો.મોહન બાબૂ, અદિતિ બાલન, અનન્યા નાગલ્લા સહિત જિશુ સેનગુપ્તા મહત્વના પાત્ર નિભાવશે.
શકુંતલા અને દુષ્યંતની પ્રેમગાથા મહાભારતના આદિપર્વ ચેપ્ટરમાં દર્શાવવામાં આવી છે. મશહૂર કવિ કાલિદાસએ આ ચેપ્ટર પર ‘અભિજ્ઞાન શાકુંતલમ’ લખ્યું હતું. જે ખુબ મશહૂર થયું હતું. પૌરાણિક કથાઓ મુજબ ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાએ તેમની પુત્રીનું નામ શકુંતલા રાખ્યું હતું. મેનકાનું શકુંતલાના જન્મ બાદ મૃત્યું થઇ ગયું હતું. જેના કારણે ઋષિ વિશ્વામિત્રએ એકલા શકુંતલાનો ઉછેર કર્યો હતો.
શકુંતલા અને દુષ્યંત અંગે વાત કરીએ તો રાજા દુષ્યંત એક વખત જંગલમાં શિકાર અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ઋષિ કણવના આશ્રમ પાસે શકુંતલા પર તેમની નજર પડી. શકુંતલાનું સૌંદર્ય જોતા રાજા દુષ્યંત પ્રભાવિત થઇ ગયા હતા. અહીંથી તેમની પ્રેમ કહાનીનું સર્જન થયું હતું. રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમ કહાણી ખુબ જ રોમાચિંત છે. ત્યારે આશા છે કે, આ પ્રેમ કહાની તમને પણ પસંદ આવશે અને ચોક્કસથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી સફળ રહેશે.
સામંથા રૂથ પ્રભુ અને દેવ મોહન અભિનિત આ ફિલ્મ માત્ર તેલુગુમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. 2D સિવાય આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે. તેની મૂળ ભાષા તેલુગુ ઉપરાંત આ પેન ઇન્ડિયા ફિલ્મ મલયાલમ, કન્નડ, તમિલ અને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.