Shah Rukh Khan Health Update : અભિનેતા શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતા શાહરૂખ ખાનને 22 મેએ બુઘવારે લૂ લાગવાને કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરે શાહરૂખ ખાનને અંડર ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. હવે તેમની મેનેજર પૂજાએ તેની પોસ્ટમાં પુષ્ટિ કરી કે શાહરૂખ ઠીક છે અને તેમની શુભકામનાઓ માટે દરેકનો આભાર માન્યો. ટ્વિવટર પર તેણે લખ્યું, “મિસ્ટર ખાનના તમામ ચાહકો અને શુભેચ્છકોને – તે ઠીક છે. તમારા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર 🙏.”
અભિનેતાની હાલત સ્થિર હોવા છતાં તેને રાતભર નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. અભિનેતાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ફેલાતાની સાથે જ હોસ્પિટલની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. જ્યારે શાહરૂખની પત્ની ગૌરી ખાન તેની બાજુમાં છે, ત્યારે તેની નજીકની મિત્ર અને KKR પાર્ટનર જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાએ હોસ્પિટલમાં અભિનેતાની મુલાકાત લીધી હતી.
21 મેના રોજ અભિનેતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને કારમી હાર આપી હતી અને ક્વોલિફાયર રાઉન્ડમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. જે બાદ સૌ આનંદથી ઉછળી પડ્યા હતા. પરંતુ અભિનેતા ગુજરાતની ગરમી સહન ન કરી શક્યો અને બીમાર પડી ગયો.
હાલમાં IPL 2024 ચાલી રહી છે આ દરમ્યાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPLની મેચ યોજાઇ હતી. ત્યારે KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. બોલિવૂડના કિંગ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવ્યા હતા.





