શાહરૂખ ખાનને એક ચાહકે પૂછ્યું હાલ તે ધુમ્રપાન કરે છે? અભિનેતાનો જવાબ સાંભળીને ફેન્સ ચિંતામાં

Shah Rukh Khan: સોમવારે શાહરૂખે અચાનક પોતાના ફેન્સને 15 મિનિટના આસ્ક સેશન માટે આમંત્રિત કર્યા. શાહરૂખના બોલાવા પર ફેન્સે સવાલ કરવાના શરૂ કર્યાં.

Written by mansi bhuva
June 13, 2023 09:39 IST
શાહરૂખ ખાનને એક ચાહકે પૂછ્યું હાલ તે ધુમ્રપાન કરે છે? અભિનેતાનો જવાબ સાંભળીને ફેન્સ ચિંતામાં
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ફાઇલ તસવીર

બોલિવૂડના કિંગ ખાનનો બહોળો ચાહક વર્ગ છે. શાહરૂખ ખાન તેના ચાહકોની ખુબ નજીક છે. તેને તેમની સાથે મળવાનું અને વાત કરવાનું પસંદ છે. ત્યારે શાહરૂખ ખાને ગઇકાલે સોમવારે શાહરૂખે અચાનક પોતાના ફેન્સને 15 મિનિટના આસ્ક સેશન માટે આમંત્રિત કર્યા. શાહરૂખના બોલાવા પર ફેન્સે સવાલ કરવાના શરૂ કર્યાં.

ફેન્સે શાહરૂખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, જેના જવાબ શાહરૂખ ખાન રસપ્રદ રીતે આપતા જોવા મળ્યા. કેટલાક તેની કારકિર્દી સાથે જોડાયેલા પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા તો કેટલાક તેના અંગત જીવન વિશે પૂછતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક ચાહકે શાહરૂખ ખાનને પૂછ્યું કે શું તે હાલ ધૂમ્રપાન કરે છે કે નહીં? બાદશાહે આ સવાલનો જવાબ સીધો ન આપ્યો હતો. શાહરૂખ ખાને લખ્યું કે, હા તે ખોટું બોલ્યો હતો. તે કેન્સર સ્ટીકથી નિકળતા ધુમાડાના પ્લુમથી ધેરયેલો હતો. આ પછી ચાહકો ચિંતામાં મુકાયા હતા. શાહરૂખ ખાન ચેઇન સ્મોકર છે.

શાહરૂખ ખાનના આ જવાબ બાદ એક ચાહકે લખ્યું, એવું ના કહો. ભગવાન તમારું ભલું કરે અને તમારૂં રક્ષણ કરે. હું પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સ્વસ્થ હો. જ્યારે મેં તમારો આ જવાબ સાંભળ્યો તો મને ખુબ દુ:ખ થયું. આવું ફરી ના કહેશો.

શાહરૂખ ખાને વર્ષ 2017માં આપેલા ઇન્ટરવ્યુમાં તેની ધુમ્રપાનની આદત છોડવા અંગે જણાવ્યું હતું. કારણ કે તેઓ તેના નાના પુત્ર અબરામ સાથે સૌથી વધુ સમય વિતાવવા માંગતા હતા. ઇન્ડિયા ટુડેના કોન્કલેવમાં શાહરૂખ ખાને કહ્યું કે, 50 વર્ષની વયે નાના બાળકની હાજરી તે અદ્ભૂત છે. ખરેખર તે મને જીવંત બનાવે છે. અબરામ મને અલગ માસુમિયત અને પ્રેમથી જોવે છે. હું બધુ છોડવા માગુ છું અને સ્વસ્થ તેમજ ખુશ રહેવાની કોશિશ કરી રહ્યો છું.

શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તેઓ છેલ્લે આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળ્યો હતો. હવે, તે તેની આગામી ફિલ્મ ‘જવાન’ની રાહ જોઈ રહ્યો છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ સિવાય અભિનેતા સલમાન ખાનની ‘ટાઇગર 3’માં પણ એક કેમિયો કરશે, જેના પછી તે રાજકુમાર હિરાણીની ‘ડંકી’માં મુખ્ય ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: શાહરૂખ ખાને એક ચાહકના પ્રશ્નનનો આપ્યો જોરદાર જવાબ, ‘યાદો સેવાનિવૃત…

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનને તેના ચાહકો તરફથી શનિવારે (10 જૂન) એક એવી ગિફ્ટ મળી જેને અભિનેતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું.ચાહકોએ SRKના આઇકોનિક પોઝ (SRK’s iconic pose) પર સૌથી વધુ લોકોનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Record ) બનાવવા માટે મન્નતની બહાર ભેગા થવાનું નક્કી કર્યું હતું. લગભગ 300 ચાહકો શાહરૂખ ખાનના મકાન મન્નતની બહાર આઇકોનિક પોઝમાં હાથ લંબાવીને ઊભા રહ્યા હતા. તેમની સાથે કિંગ ખાન પણ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા જેમણે બાલ્કનીમાં આવી તેના સેંકડો ચાહકોનું સ્મિત સાથે અભિવાદન ઝીલ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ