અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો બહોળો ચાહકવર્ગ છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેના ચાહકો છે. આ જ કારણ છે કે કિંગ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ હવે બાદશાહનો સૌથી મોટો ફેન સામે આવ્યો છે, જે ગંભીર હાલતમાં’જવાન’ મુવી જોવા ગયો હતો. આ ફેન વેન્ટિલેટર સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યો હતો. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર રોહિત ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. જે હવે જોરશોરથી ચર્ચામાં છે. આ વીડિયોમાં શાહરૂખ ખાનનો ફેન ગંભીર હાલતમાં ફિલ્મ જોવા તો પહોંચ્યો હતો, પરંતુ એક્શન સીન સમયે ખુશી પણ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પર હવે ફેન્સ વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
‘જવાન’ની અપાર સફળતા વચ્ચે શાહરૂખ ખાનના લગભગ 300 પ્રશંસકો તેના બંગ્લા મન્નત સ્થિત પહોંચ્યા હતા. જ્યાં તમામે હાથ ફેલાવીને પોઝ આપ્યો હતો. કિંગ ખાને પણ તે પોઝ આપ્યો હતો. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે ખાનના ચાહકોએ તેને આટલું સ્પેશિયલ ફીલ કરાવ્યું હોય.
‘જવાન’ની સફળતા વચ્ચે શાહરૂખ ખાનના લગભગ 300 ચાહકોએ હાથ ફેલાવીને પોઝ આપ્યો હતો. કિંગ ખાને પણ તે પોઝ આપ્યો હતો. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે ખાનના ચાહકોએ તેના માટે આટલું ખાસ કર્યું છે.
આ સિવાય શાહરૂખે તેની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર પણ ડાન્સ કર્યો હતો. આ જોઈને તેના ચાહકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. આ પછી હંમેશાની જેમ શાહરૂખે હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો. જવાન બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. મહત્વનું છે કે, ફિલ્મ ટૂંક સમયમાં 400 કરોડનો આંકડો પાર કરી શકે છે. આ ફિલ્મે એક જ સપ્તાહમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.





