Shah Rukh Khan Birthday : અડધી રાત્રે મોટી સંખ્યામાં ચાહકોએ શાહરૂખ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, મન્નત બહાર જોવા મળ્યો દિવાળી જેવો માહોલ, કિંગ ખાનનું આવું હતુ રિએક્શન, જુઓ વીડિયો

Shah Rukh Khan Birthday : બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હજારો ચાહકો શાહરૂખને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. આ પ્રસંગની ઘણી શાનદાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Shah Rukh Khan Birthday : બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હજારો ચાહકો શાહરૂખને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. આ પ્રસંગની ઘણી શાનદાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
shah rukh khan| shah rukh khan birthday| Shah rukh khan birthday celebration| shah rukh khan birthday celebration photos and videos

shah Rukh Khan : તો આ રીતે સેલિબ્રેટ કર્યો શાહરૂખ ખાને પોતાનો 58મો બર્થડે, જુઓ તસવીર અને Video

Shahrukh Khan Birthday: બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિશ્વભરમાં શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ફેલાયેલી છે. આ જ કારણ છે કે હજારો ચાહકો શાહરૂખને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. આ અવસર પર શાહરૂખના ઘરની બહાર દિવાળી જેવો માહોલ જામ્યો હતો. કિંગ ખાનના ઘરની બહાર આતીશબાજી કરવામાં આવી હતી અને ચાહકોની ભીડે તેમના પ્રિય સ્ટારના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.

Advertisment

શાહરૂખ ખાન ફરી એકવાર તેના ફેન્સને મળવા માટે તેના ઘરની છત પર પહોંચ્યો હતો. આ પ્રસંગની ઘણી શાનદાર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ સિવાય શાહરૂખ ખાને પણ તેના ફેન્સ માટે તેના જન્મદિવસ પર ટ્વિટ કર્યું હતું.

શાહરૂખે તેના જન્મદિવસ પર તેના ટ્વિટમાં લખ્યું, 'વિશ્વાસ નથી આવતો કે તમારામાંથી આટલા બધા મને વિશ કરવા મોડી રાત્રે આવ્યા. હું માત્ર એક અભિનેતા છું. હું તમારા બધા સપનામાં જીવું છું. મને તમારા બધાનું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ આભાર.

Advertisment

શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાને પણ તેના પપ્પાને જન્મદિવસની સ્પેશિયલ શુભેચ્છા પાઠવી હતી. પિતા સાથેનો ફોટો શેર કરતી વખતે સુહાનાએ લખ્યું, 'લવ યુ ધ મોસ્ટ.'

આ પણ વાંચો : Shah Rukh Khan Birthday : શાહરૂખ ખાનની માતાનું પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી સાથે હતુ ખાસ કનેક્શન, કેમ કિંગ ખાનને જેલ જવું પડ્યું હતુ?

વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે છે. કારણ કે આ તેની કારકિર્દીનું સૌથી ઉજ્જવળ વર્ષ રહ્યું છે. આ વર્ષે તેણે બે સુપરહિટ ફિલ્મો પઠાણ અને જવાન આપી હતી. આ ઉપરાંત તેની ત્રીજી આગામી ફિલ્મ ડંકી પણ આવવાની તૈયારી છે. ખાનના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.એવું માનવામાં આવે છે કે જન્મદિવસ પર શાહરૂખ ખાનની ફિલ્મ 'ડિંકી'નું ટીઝર પણ રિલીઝ થઈ શકે છે. સાથે જ 'ડિંકી' પણ શાહરૂખની અન્ય બે ફિલ્મોની જેમ ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

સેલિબ્રિટી બર્થ ડે શાહરૂખ ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ