Shah Rukh Khan : તો આ રીતે સેલિબ્રેટ કર્યો શાહરૂખ ખાને પોતાનો 58મો બર્થડે, જુઓ તસવીર અને Video

shah Rukh Khan Birthday : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને ગઇકાલે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. કિંગ ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે.

shah Rukh Khan Birthday : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને ગઇકાલે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. કિંગ ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
shah rukh khan| shah rukh khan birthday| Shah rukh khan birthday celebration| shah rukh khan birthday celebration photos and videos

shah Rukh Khan : તો આ રીતે સેલિબ્રેટ કર્યો શાહરૂખ ખાને પોતાનો 58મો બર્થડે, જુઓ તસવીર અને Video

Shah Rukh Khan Birthday : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગઇકાલે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. કિંગ ખાને તેના જન્મદિવસ પર ખાસ ભવ્ય બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટીનો એક વીડિયો શાહરૂખ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે કેટલીક તસવીરો પર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. શાહરૂખ ખાને તેનો જન્મદિવસ તેના ચાહકો સાથે ઉજવ્યો અને તેમને રિટર્ન ગિફ્ટ પણ આપી.

Advertisment

શાહરૂખ ખાન એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'ના ટાઈટલ ગીત 'ઝૂમે જો પઠાન' અને 'જવાન'ના ગીત 'રામૈયા નોટ વસ્તાવૈયા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન તે ફેન્સને ફ્લાઈંગ કિસ કરતો પણ જોવા મળ્યો હતો.

https://www.instagram.com/p/CzJThOMPjrA/?hl=en

શાહરૂખ ખાને આ વીડિયો શેર કરીને લખ્યું કે, તમારી સાથે સેલિબ્રેશન કરવું હંમેશા ખાસ રહ્યુ છે. મારો દિવસ બનાવવા બદલ આભાર. તો ફેન્સે પણ કિંગ ખાનને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ આપી છે.

બીજી બાજુ બોલિવૂડની બેબો કરીના કપૂરે પણ કિંગ ખાનના બર્થડેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે તેની ગર્લગેંગ સાથે ભવ્ય લૂકમાં જોવા મળી રહી છે.

Advertisment
publive-image
publive-image

આ પણ વાંચો : Koffee With karan 8 : હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી સંગ કેવા સંબંધો છે દેઓલ બ્રધર્સના? સની દેઓલે કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના જન્મદિવસના ખાસ અવસર પર, તેની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. તેની આગામી ફિલ્મ 'ડંકી'નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટીઝર પોસ્ટ કરતા શાહરૂખે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું - 'સાદા અને પ્રામાણિક લોકોની વાર્તા જે તેમના સપના અને ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. મિત્રતાની, પ્રેમની અને સાથે રહેવાની…! હૃદયસ્પર્શી વાર્તાકારની હૃદયસ્પર્શી વાર્તા. આ પ્રવાસનો ભાગ બનવું એ સન્માનની વાત છે અને હું આશા રાખું છું કે તમે બધા અમારી સાથે જોડાશો. #DunkiDrop1 આવી ગયું છે… #Dunki આ ક્રિસમસમાં વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

સેલિબ્રિટી બર્થ ડે શાહરૂખ ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ