scorecardresearch

‘પઠાણ’થી વધી શાહરૂખ ખાનની શાન, બોલીવુડ કિંગે ખરીદી 10 કરોડની રોલ્સ રોયસ કાર, વીડિયો વાયરલ

Shah Rukh Khan Rolls-Royce : ‘પઠાણ’ મૂવી સફળતા બાદ બોલીવુડ કિંગ શાહરૂખ ખાને લક્ઝ્યુરી કાર રોલ્સ રોયસ ખરીદી છે, જેની વેલ્યૂ 10 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આટલી મોંઘી દાટ કાર બોલીવુડ ટાઉનમાં હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.

Shah Rukh Khan
'પઠાણ'ની સફળતા બાદ શાહરૂખ ખાને રોલ્સ રોયસ કાર ખરીદી (Photo: FE)

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન તેની અદભૂત એક્ટિંગથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ‘ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દેશ-વિદેશમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહેલી ફિલ્મ પઠાણએ શાહરૂખની શાન વધારી દીધી છે. આ ફિલ્મની સફળતા બાદ શાહરૂખે વધુ એક લક્ઝુરીયસ કાર ખરીદી છે, જેની બોલીવુડ ટાઉનમાં ચર્ચાઓ થઈ રહી છે.

Rolls-Royce Cullinan: શાહરૂખે ખરીદી લીધી નવી કાર, જુઓ વીડિયોમાં

બોલિવૂડના ‘કિંગ’ શાહરૂખ ખાન વિશે એવું કહેવાય છે કે તેને લક્ઝુરીયસ કારનો ખૂબ જ શોખ છે. તેના કાર કલેક્શનમાં ઘણી બધી મોંઘી કાર છે. જો કાર કલેક્શન પર એક નજર કરીએ તો શાહરૂખ પાસે ઓડી, બીએમડબ્લ્યુ, મર્સિડીઝ બેન્ઝ, રોલ્સ રોયસ છે અને હ્યુન્ડાઈ બ્રાન્ડ તેની સૌથી ફેવરિટ કંપની એક છે. હવે શાહરૂખે તેના કાર ક્લેક્શનની શાન વધારવા માટે પાવરફુલ Rolls-Royce Cullinan Black Badge SUV પણ ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આટલી મોંઘી રોલ્સ રોયસ કારનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

શાહરૂખ ખાનં Rolls-Royce Cullinanનું લેટેસ્ટ અને સ્પેશિયલ એડિશન બ્લેક બેજ વર્ઝન ખરીદ્યું છે. 8.20 કરોડ રૂપિયા એક્સ-શોરૂમ પ્રાઇસ ધરાવતી આ કુલીનન બ્લેક બેજ ભારતમાં વેચાતી સૌથી મોંઘી SUV છે. જો કે, કસ્ટમરની પસંદગી અનુસાર કંપની રોલ્સ-રોયસ કારમાં ફિચર્સને પ્રાથમિકતા આપે છે. આ બાબત શાહરૂખ ખાને ખરીદેલી 10 કરોડ રૂપિયા રૂપિયાની કારમાં જણાય આવે છે.

શાહરૂખ ખાન તાજેતરમાં જ રાત્રે મુંબઈના રસ્તાઓ પર રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજમાં સ્પોટ થયો હતો. આ કારનો કલર અલ્ટ્રા-લક્ઝરી SUV આર્ક્ટિક વ્હાઇટ પેઇન્ટ કલરમાં છે. Rolls-Royceનું ઇન્ટિરિયર્સ કોલબાલ્ટો બ્લુ એક્સેન્ટ્સ સાથે વ્હાઇટ લેધર જેવું દેખાય છે. એવું કહેવાય છે કે, નંબર પ્લેટ પર ‘0555’ લખેલો છે. પઠાણ ફિલ્મની સફળતા બાદ SRKએ આ મોટા બજેટની ગાડીને પોતાના ગેરેજમાં જોડી દીધી છે.

Rolls-Royce Cullinan Black Badge કારની ખાસિયતો

Rolls-Royce Cullinan Black Badge V12 આધારિત 6.75-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 600 bhp પાવર અને 900 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. વાહન ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી સજ્જ છે. Rolls-Royce એવો દાવો કરે છે કે SUVના ઓરલ સિગ્નેચરમાં ફેરફાર કરવા માટે સંપૂર્ણપણે નવી એક્ઝોસ્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.

Web Title: Shah rukh khan brings rolls royce cullinan black badge pathan movie successful

Best of Express