/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-08T133436.389.jpg)
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 12
Shah Rukh Khan : બોલિવૂડ સેલિબ્રિટીઓ કેટલી વૈભવી લાઇફસ્ટાઇલથી જીવે છે તે અંગે સૌકોઇ જાણે છે. કોઇને આલિશાન બંગલા, ગાડી અને મોંઘી ઘડિયાળનો શોખ હોય છે. ત્યારે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને લઇને મોટા સમચાર પ્રકાશમાં આવ્યાં છે. શાહરૂખ ખાન બહુ મોંઘા કોફી મગમાં કોફી પીવે છે. મોંઘો એટલે તે મગની કિંમત જાણીને તમે હલબલી જશો. આ મગની કિંમત મહિનાના ખર્ચ સમાન છે.
શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં શાહરૂખ ખાને વર્ષ 2017માં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કોફીનો એક ઘૂંટડો લેતા જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનના આ કોફી મગની ખાસિયત હીટર અને એલઇડી લાઇટિંગ ફીચર્સથી લેસ છે. મહત્વનું છે કે, કિંગ ખાનનો કોફી મગ એમર ટ્રાવેલ મગ 2 પ્લસ છે. આ મગમાં તમે કોઇ પણ ડ્રિકંને એક સેટ ટેમ્પરેચર પર રાખી શકો છો. આ માટે તમારે આ મગને એકવાર ચાર્જ કરવાનો રહેશે અને ત્યારબાદ ત્રણ કલાક સુધી તમે નિશ્ચિત રહી શકો છો.
My new digitized Ember coffee mug. Customised temperature customized name & customised finger. pic.twitter.com/Rzm88GRm8F
— Shah Rukh Khan (@iamsrk) December 2, 2017
આ મગની સાથે એક ચાર્જિંગ કોસ્ટર પણ આવે છે. આ પછી આ મગર પર પ્લસ અને માઇનસ સાઇન આપવામાં આવી છે. જેના પર ટચ કરીને તમે તેના ટેમ્પરેચરને પોતાની અનુકળતા મુજબ એડજસ્ટ કરી શકો છો. હવે વાત કરીએ આ મગની કિંમતની તો કોફી મગની ઓનલાઈન કિંમત 35,862 રૂપિયા છે. જી હાં શાહરૂખ ખાન 35,862ની કિંમતના મગમાં કોફી પીવાનું પસંદ કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાનની જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ એટલે કે આગામી મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. જેમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ નયનથારા પણ જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us