Suhana Khan Birthday : બોલિવૂડના કિંગ ખાનની લાડલી સુહાના ખાનનો આજે 22 મેએ બર્થડે છે. સુહાના ખાને વર્ષ 2023માં ધ આર્ચીઝથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. બોલિવૂડમાં આવતા પહેલા સુહાનાએ પોતાને એક અભિનેત્રી તરીકે સાબિત કરી છે. સુહાના ખાને યુએસમાં અભ્યાસ દરમિયાન ધ ગ્રેટ ઓફ બ્લુ નામની શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. આ ફિલ્મમાં સુહાનાએ ઉત્તમ અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા.

સુહાના ખાન સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે તેના લેટેસ્ટ લુક અને વીડિયોથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે. આ સિવાય સુહાના ખાન આંતરરાષ્ટ્રીય ફેમસ કોસ્મેટિક કંપની મેબલીનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ ઉપરાંત સુહાના ખાન પાસે ન્યૂયોર્કમાં આલીશાન ઘર છે.
મીડિયા અહેવાલ અનુસાર, સુહાના ખાનના ન્યૂયોર્ક સ્થિત ઘરની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. સુહાના ખાનની અલીબાગમાં પણ કેટલીક પ્રોપર્ટી છે. સુહાના ખાને અલીબાગમાં દોઢ એકર જમીન ખરીદી છે. જેની કિંમત આશરે રૂપિયા 12.91 કરોડ રૂપિયા હોવાના સમાચાર છે. સુહાના ખાને જમીન માટે 77 લાખ 46 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ જમા કરી છે.
સુહાના ખાને આ જમીન ત્રણ બહેન અંજલિ, રેખા અને પ્રિયા પાસેથી ખરીદી છે. સુહાના ખાને આ જમીન મહારાષ્ટ્રના ગોવા તરીકે ઓળખાતા અલીબાગમાં ખરીદી છે. જ્યાં શાહરૂખ પાસે પહેલાથી જ પ્રોપર્ટી છે.
મીડિયા અહેવાલ મુજબ સુહાના ખાને દસ્તાવેજમાં પોતાને ખેડૂત બતાવી છે. સુહાના ખાન પાસે લેમ્બોર્ગિની જેવી લકઝરી કાર છે. સુહાના ખાનની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 10થી 12 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો અલીબાગમાં શાહરૂખ ખાનનો આલીશાન બંગલો આ વિસ્તારથી લગભગ 12 મિનિટના અંતરે છે. આ બંગલામાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શાહરૂખ અવારનવાર ત્યાં પોતાના જન્મદિવસની પાર્ટીઓ ઉજવે છે.
આ સિવાય રજાના દિવસોમાં પણ તેઓ ત્યાં જતો રહે છે. શાહરૂખ ખાનનો અલીબાગનો આ બંગલો સી-ફેસિંગ છે. અહેવાલો અનુસાર, તે 19,960 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ આલીશાન બંગલામાં હેલિપેડ પણ છે. આ ઘરનું ઈન્ટિરિયર તેની પત્ની ગૌરી ખાને કર્યું છે.
સુહાના ખાનનો ચાહકવર્ગ વિશાળ છે. સુહાના ખાનના ઇન્સ્ચાગ્રામ ફોલોઅર્સ 5.2 મિલિયન છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય રહે છે. તે પોતાની કિલ્લર તસવીરો અહીં શેર કરીને ચર્ચામાં રહે છે.





