Jawan : શાહરુખ ખાનનો જબરો ફેન, 36 ગર્લફ્રેન્ડ અને 72 એક્સ ગર્લફ્રેન્ડ સાથે જવાન મૂવી જોવા જશે, બૂક કરાવ્યું આખું થિયેટર

Shah Rukh Khan : શાહરૂખ ખાનનો એક ફેન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કિંગ ખાનના એક ફેને માત્ર જવાનની એક ટિકિટ જ નહીં પરંતુ આખુ સિનેમા પુક કરી લીધો છે. આ અંગે ખુદ પોતે માહિતી શેર કરી છે.

Written by mansi bhuva
Updated : September 05, 2023 07:40 IST
Jawan : શાહરુખ ખાનનો જબરો ફેન, 36 ગર્લફ્રેન્ડ અને 72 એક્સ ગર્લફ્રેન્ડ સાથે જવાન મૂવી જોવા જશે, બૂક કરાવ્યું આખું થિયેટર
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 24

Jawan : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘જવાન’ના કારણે સતત ચર્ચામાં છે. જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જવાન શાહરૂખ ખાનની બીજી સૌથી મોટી એક્શન ફિલ્મ છે. આ વર્ષના પ્રારંભમાં કિંગ ખાનની પહેલી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઇ હતી. શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા 5 વર્ષના બ્રેક પછી ફિલ્મી દુનિયામાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં રોમાન્સ ઓફ કિંગનો જબરદસ્ત એક્શન અવતાર જોવા મળ્યો હતો. ત્યારે હવે જવાનમાં પણ શાહરૂખ ખાન જોરદાર એક્શન સીન કરતો જોવા મળશે. જેને પગલે જવાનને લઇને ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ફિલ્મ એડવાન્સ બુકિંગના રેકોર્ડ તોડી રહી છે. ત્યારે એક જબરો ફેન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

શાહરૂખ ખાનનો એક ફેન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કિંગ ખાનના એક ફેને માત્ર જવાનની એક ટિકિટ જ નહીં પરંતુ આખુ સિનેમા પુક કરી લીધો છે. આ અંગે ખુદ પોતે માહિતી શેર કરી છે. તેને ટિકિટ સાથે ફોટો શેર કરીને લખ્યું છે કે, જવાનને જોવા માટે આખો હોલ બુક કરાવ્યો છે. તે તેની 36 ગર્લફ્રેન્ડ, 72 એક્સ ગર્લફ્રેન્ડ અને 80 મિત્રો સાથે 7 સ્પ્ટેમ્બરે જવાન જોવા જશે. આ વ્યક્તિએ આ પોસ્ટમાં કિંગ ખાનને ટેગ કર્યો છે. જે બાદ શાહરૂખ ખાનની પ્રતિક્રિયા સામે આવી હતી.

શાહરૂખ ખાને પ્રતિક્રિયામાં લખ્યું છે કે, વાહ ભાઇ, તમારી જવાની ચમકી રહી છે. હા હા ઐશ કર. શાહરૂખ ખાનની આવી પ્રતિક્રિયા પછી તેના પ્રશંસકોમાં ખુશીની લહેર છવાય ગઇ છે. આ પોસ્ટ પર લોકો પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, સિનેમા હોલમાં હંગામો થશે. જ્યારે આટલી બધી એક્સ અને હાલની ગર્લફ્રેન્ડ સામસામે આવશે.

ઉલ્લેખનીય છે કે, જવાનના એક સંવાદ સામે વિવાદ છેડાયો છે. જેને પગલે કરણી સેનાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં જવાનમાં એક સંવાદ છે – એક રાજા થા, એક કે બાદ એક જંગ હારતા ગયા, ભૂખા પ્યાસા ધૂમ મચા રહા થા જંગલ મેં, બહુત ગુસ્સે મેં થા! આ સંવાદ સામે કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો છે. તેમજ આ સંવાદને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. કરણી સેનાના મતે, જવાનમાં આ સંવાદનો તાલ્લુક મહારાણા પ્રતાપ સાથે છે. ત્યારે શાહરૂખ ખાન આ ડાયલોગ દ્વારા લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યો છે તેમ કરણી સેનાનું નિવેદન છે.

જો કે, શાહરૂખ ખાનની જવાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેને પગલે સેકનિલ્કના મતે, જવાને એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં 13.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેથી જવાનની 4.26 લાખ ટિકિટો વેચાય ગઇ છે.

આ પણ વાંચો : Jawan Conroversy : ‘એક રાજા થા ભૂખા પ્યાસા જંગલ મેં’…શાહરૂખ ખાનની જવાનના આ સંવાદ સામે વિવાદ સર્જાયો, કરણી સેનાએ FIR દાખલ કરી

જવાનમાં શાહરૂખ ખાન નયથારા સાથે જોરદાર રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અહીંયા ખાસ એ પણ છે કે, ફિલ્મ ‘જવાન’માં શાહરૂખના લૂક પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે 5 અલગ-અલગ અવતારમાં જોવા મળશે. તેના પાંચેય લૂક જાહેર થઈ ગયા છે. જે બાદ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ