બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાનની (Shah Rukh Khan) વર્ષ 2018માં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ‘જીરો’ ખરાબ રીતે ફ્લોપ થઇ હતી. આ પછી અભિનેતાએ પાંચ વર્ષના બ્રેક બાદ વર્ષ 2023માં ‘પઠાણ’ સાથે જોરદાર વાપસી કરી. શાહરૂખ ખાન સ્ટારર ‘પઠાણે’ વિશ્વભરમાં તાબડતોડ 1,000 કરોડની કમાણી કરી તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. આ તકે શું તમે જાણો છો કે, અભિનેતાએ આ મુવી માટે ફી લીધી હતી કે નહીં? જો ફી નથી લીધી તો પછી કંઇ રીતે કરોડો રૂપિયા કમાયા? વાંચો આ અહેવાલમાં તેની પાછળનું ગણિત.
ઉલ્લેખનીય છે કે, સિનેમાઘરોમાં હાલ સાઉથ સિનેમાનો દબદબો છે. સાઉથની જ ફિલ્મો નિરંતર સફળ થઇ રહી છે. આવી પરિસ્થિતિમાં શાહરૂખ ખાનની ‘પઠાણે’નિર્માતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહ્મ સ્ટારર ફિલ્મ પઠાણ યશ રાજ ફિલ્મ બેનર હેઠળ બનાવવામાં આવી હતી. જેના નિર્માતા આદિત્ય ચોપડા હતા.તેઓએ પઠાણના નિર્માણ પાછળ લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મીડિયા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કિંગ ખાને આ મુવી માટે કોઇ ફી નથી લીધી. પરંતુ તેણે પ્રોફિટ શેરિંગનો મામલો આદિત્ય ચોપડા સમક્ષ રાખ્યો હતો. મહત્વનું છે કે, હાલ બોલિવૂડમાં પ્રોફિટ શેરિંગનો સિલસિલો ચાલૂ છે. ત્યારે શાહરૂખ ખાને પણ પઠાણ માટે આ પદ્ધિતિ અપનાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાએ આ પદ્ધિતિથી 200 કરોડની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચો: સલમાન ખાન ‘સિડનાઝ’ શબ્દ વાપરતાં ફેન્સ પર ભડક્યો , ચેતવણી સાથે આપી સલાહ
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો અભિનેતા એટલી કુમારની આગામી મુવી જવાનમાં નજર આવશે. આ સાથે શાહરૂખ ખાન એક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં પણ નજર આવશે. શાહરૂખની આ બંને ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે તેવી વિગતો પ્રાપ્ત છે.