Shah Rukh khan Instagram Post Fee : શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લે છે આટલી ફી, જાણો કેટલી છે નેટવર્થ

Shah Rukh khan Instagram Post Fee : દુનિયાના સૌથી મોંઘા સ્ટાર્સમાંથી એક બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે કેટલી ફી લે છે જાણો છો? આ અહેવાલમાં શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ માટે કેટલી ફી લે છે તથા તેની નેટવર્થ જણાવીશું.

Written by mansi bhuva
Updated : April 15, 2024 09:47 IST
Shah Rukh khan Instagram Post Fee : શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લે છે આટલી ફી, જાણો કેટલી છે નેટવર્થ
Shah rukh khan Instagram Post Fee

Shah Rukh Khan Instagram Post Fee News : બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન ફિલ્મોમાં તો કરોડો રૂપિયા ફી વસૂલે છે, પરંતુ શું તમે જાણો છો તે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે કેટલી ફી વસૂલે છે? આ આંકડો જાણીને તમારી આંખો પહોળી થઇ જશે. આજે આ અહેવાલમાં શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ માટે કેટલી ફી લે છે તથા તેની નેટવર્થ જણાવીશું.

Shah rukh khan Instagram Post Fee | Shah Rukh khan | Shah rukh khan News
Shah Rukh Khan Photo : શાહરૂખ ખાન ફાઇલ તસવીર

શાહરૂખ ખાન હાલમાં પોતાની IPL ટીમ સાથે વ્યસ્ત છે. ફિલ્મોથી જંગી કમાણી કરી કરોડોની સંપત્તિ એકઠી કરનાર બાદશાહ એકંદરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે તગડી ફી વસૂલે છે.

શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ ફી

મળતી માહિતી અનુસાર, શાહરૂખ ખાન એક પોસ્ટ માટે 80 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની તગડી ફી વસૂલે છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના લગભગ 65 લાખ ફોલોઅર્સ છે.

શાહરૂખ ખાન મુવી

વર્ષ 2023માં કિંગ ખાને ફિલ્મી દુનિયામાં ધમાકેદાર કમબેક કર્યું હતું. આ વર્ષ તેના નામે છે. 2023માં તેની પઠાણ સહિત જવાન અને ડંકી રિલીઝ થઇ હતી. આ ત્રણેય ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મો માટે કિંગ ખાને બહુ મોટી ફી લીધી હતી. તેણે ફિલ્મ ડંકી માટે 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

શાહરૂખ ખાન ઇન્વેસ્ટમેન્ટ્સ

બોલિવૂડ એક્ટર હોવા ઉપરાંત શાહરૂખ ખાન એક સફળ બિઝનેસમેન પણ છે. તેમણે અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. તે IPL ટીમ ‘કોલકાતા નાઈટ રાઈડર્સ’નો કો-ઓનર પણ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ પણ છે.

આ પણ વાંચો : સલમાન ખાનના ઘર પર ગોળીઓ ચલાવનારની તસવીર સામે આવી, પોલીસ તપાસમાં લાગી

શાહરૂખ ખાન નેટવર્થ

મુંબઈના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં લગભગ 200 કરોડ રૂપિયાના ‘મન્નત’ બંગલામાં રહેતા શાહરૂખ ખાનની નેટવર્થ 6300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની પાસે દુબઈના ‘પામ જુમેરા’માં 100 કરોડ રૂપિયાનો બંગલો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન એક ફિલ્મ માટે 100 થી 150 કરોડ રૂપિયા લે છે. તે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘો એક્ટર છે. તેમની વાર્ષિક આવક રૂ. 280 થી 300 કરોડની વચ્ચે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ