Shah Rukh Khan Gauri Anniversary : શું શાહરૂખ ખાન પત્ની ગૌરીના લીધે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે? પતિની આ ફિલ્મો સાથે છે ખાસ કનેક્શન

shah rukh khan Gauri Anniversary : બોલિવૂડના કિંગ ખાન અને તેની ક્વીન ગૌરીની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક છે. આ અવસર પર કિંગ ખાનની તેવી ફિલ્મો પર નજર કરીએ જેની પ્રોડ્યૂસર ગૌરી ખાન હતી. આ ફિલ્મોએ તેના સ્ટારડમમાં વ્યાપક વધારો કર્યો છે.

Written by mansi bhuva
October 25, 2023 13:37 IST
Shah Rukh Khan Gauri Anniversary : શું શાહરૂખ ખાન પત્ની ગૌરીના લીધે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે? પતિની આ ફિલ્મો સાથે છે ખાસ કનેક્શન
Shah Rukh Khan Gauri : શાહરૂખ ખાન અને ગૌરી ફાઇલ તસવીર

Shah Rukh Khan Gauri Anniversary : બોલિવૂડના કિંગ ખાન અને તેની ક્વીન ગૌરીની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક છે. આ જોડી તેમની લવ સ્ટોરી માટે દુનિયાભરમાં ફેમસ છે. કરોડો નેટવર્થના માલિક શાહરૂખ ખાન અને ગૌરીની આજે 25 ઓક્ટોબરે વર્ષગાંઠ છે. આ અવસર પર કિંગ ખાનની તેવી ફિલ્મો પર નજર કરીએ જેની પ્રોડ્યૂસર ગૌરી ખાન હતી. ગૌરી ખાનની આ ફિલ્મોને કારણે શાહરૂખ ખાન આજે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે.

આ ફિલ્મોના કારણે ફેમસ થયેલા કિંગ ખાનનું સ્ટારડમ આખી દુનિયાએ જોયું છે. શાહરૂખ મોટા દિગ્દર્શકો સાથે કામ કરે છે. આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ ‘જવાન’ તેની ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે સાબિત કર્યું કે, તેને એક અભિનેતા તરીકે કેમ પસંદ કરવામાં આવે છે.

કરોડોનું કલેક્શન કરનારી આ ફિલ્મનો ક્રેઝ માત્ર શાહરૂખને જ નહીં પણ ગૌરી ખાનને પણ જાય છે, જે આ ફિલ્મની નિર્માતા છે. ગૌરીએ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ શાહરૂખની ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

રઇસ

2016માં રિલીઝ થયેલી ‘રઈસ’ શાહરૂખની તે ફિલ્મોમાંથી એક છે, જેમાં લાંબા સમય પછી ચાહકોને તેને ગ્રે શેડના પાત્રમાં જોવાનો મોકો મળ્યો હતો. ખાસ કરીને 90ના દાયકાના લોકો, જેમણે કિંગ ખાનને તેની શરૂઆતની ફિલ્મોમાં વિરોધીની ભૂમિકામાં જોયો છે. 91 કરોડના બજેટમાં નિર્માણ પામેલી આ ફિલ્મની સહ-નિર્માતા ગૌરી ખાન હતી.

દિલવાલે

શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ જોડી આપણે ઘણી ફિલ્મોમાં જોઈ છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ‘દિલવાલે’માં આ બી ટાઉન કપલનો રોમાંસ ફરી જોવા મળ્યો હતો. આ ફિલ્મની નિર્માતા પણ ગૌરી ખાન હતી. તેણે રોહિત શેટ્ટી સાથે આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

જબ હૈરી મેટ સેજલ

કાજોલની જેમ શાહરૂખ ખાનની અનુષ્કા શર્મા સાથેની કેમેસ્ટ્રી પણ ફેમસ છે. યશ ચોપરાની ‘જબ તક હૈ જાન’ પછી, ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત ‘જબ હેરી મેટ સેજલ’માં તેનો સિઝલિંગ અભિનય જોવા મળ્યો હતો. ‘જબ હેરી મેટ સેજલ’નું નિર્માણ ગૌરી ખાને કર્યું હતું.

હેપી ન્યૂયર

લગભગ રૂ. 150 કરોડના બજેટમાં બનેલી ગ્લેમરસ મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ ગૌરી ખાન દ્વારા નિર્મિત મોંઘી ફિલ્મોમાંની એક છે. શાહરૂખે આ ફિલ્મમાં ચંદ્રમોહન શર્મા (ચાર્લી)ની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે, કોમેડીથી ભરપૂર આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચો : Soni Razdan : આલિયા ભટ્ટના માતા-પિતા સોની રાઝદાન અને મહેશ ભટ્ટની આવી છે લવ સ્ટોરી, જાણો રોમાચિંત કહાની

ઝીરો

આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર સારી કમાણી ન શકી, પરંતુ આ ફિલ્મ ગૌરી ખાનની બીજી સૌથી મોંઘી પ્રોડ્યુસ થયેલી ફિલ્મ હોવાનું કહેવાય છે. તેની પ્રોડક્શન કોસ્ટ લગભગ 200 કરોડ રૂપિયા હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ