Jawan Trailer Release Date : બોલિવૂડના કિંગ ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ વર્ષના પ્રારંભમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’માં અક્ભિનેતા જોરદાર એક્શન સીન કરી છવાય ગયો હતો. ત્યારે હવે ફરી એક વાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ તકે કિંગ ખાનના ચાહકો માટે ખુશખબર છે.
શાહરૂખ ખાનના ફેન્સને રક્ષાબંધનના ખાસ પર્વ પર મોટી ભેટ મળશે. ફિલ્મ ‘જવાન’ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર આ મહિને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર 31 ઓગસ્ટે રિલીઝ થવાની પુષ્ટિ થઈ ગઈ છે. ફિલ્મના ટ્રેલરને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને હાલમાં જ તેની ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અભિનેતા પાંચ અલગ-અલગ જોરદાર અવતારમાં જોવા મળ્યો હતો. કિંગ ખાને આ લૂક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, “યે તો શરૂઆત હૈ, ન્યાયના અનેક રૂપ. યે તીર હૈ અભી ઢાલ બાકી હૈ. આ અંત છે, હજુ સમય બાકી છે. યે પૂછતા હૈ ખુદ સે કંઇક… અભી જવાબ બાકી હૈ. હર ચેહરે કે પીછે એક મકસદ છિપા હૈ, લેકિન યે બસ શરૂઆત હૌ. ઇંતજાર કરો!
આ સાથે જવાને ઇતિહાસ રચ્યો છે કે, ફિલ્મ ટ્રમ્પલાસ્ટ પર રિલીઝ થશે, જે વિશ્વની સૌથી મોટી સ્ક્રીન છે. આ સ્ક્રીન 125 ફૂટ પહોળી અને 72 ફૂટ ઊંચી છે. ટ્રમ્પલાસ્ટ જર્મનીના લિયોનબર્ગમાં સ્થિત એક વિશાળ IMAX થિયેટર છે. અહીંયા સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, જવાન પહેલા આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ એ સ્ક્રીન પર ચાલી નથી.
હવે વાત કરીએ શાહરૂખ ખાનના ફિલ્મમાં પાંચ અલગ-અલગ લૂક્સની તો મોશન પોસ્ટરનો દેખાવ વાર્તાના રહસ્યને વધુ રસપ્રદ બનાવે છે.શાહરૂખ ખાનના આ પાંચ લુક્સ ઇન્સ્ટાના મોશન પોસ્ટરમાં પાંચ અલગ-અલગ વાર્તાઓ કહે છે. જોકે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે શું આ ફિલ્મના પાંચ પાત્રો છે કે સમયાંતરે અપનાવવામાં આવેલા એક જ પાત્રના પાંચ અલગ-અલગ રૂપ? નવો વીડિયો વાર્તા તરફ થોડો સંકેત આપે છે. જો તમે ધ્યાનથી જુઓ તો મોશન પોસ્ટરમાં એક બાજુથી આવતા ચહેરાઓ દેશ અને સમાજ માટે ખતરનાક વિલન તરીકે દેખાઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુથી આવતા ચહેરાઓ તે જોખમને નષ્ટ કરનાર મસીહા તરીકે જોવા મળે છે. એટલે કે શાહરૂખ પોતે ફિલ્મમાં હીરો અને વિલન બન્ને હોઈ શકે છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય નયનથારા લીડ રોલમાં છે. દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલ કરતી જોવા મળશે. વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને પ્રિયમણિ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. પઠાણ બાદ ફરી એકવાર શાહરૂખને એક્શનમાં જોવો એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
જવાન સિવાય શાહરૂખ પાસે ડંકી ફિલ્મ પણ છે. રાજકુમાર હિરાણી ડંકી ફિલ્મ બનાવી રહ્યા છે.શાહરુખ ખાનના ચાહકો ફિલ્મ ડંકીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. શાહરુખ ખાનના ચાહકો તેના દરેક લૂકમાં મોટા પડદા પર જોવાનું પસંદ કરે છે.





