Shah Rukh Khan Birthday : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન જવાનની પ્રચંડ સફળતા પછી હવે તેની આગામી ફિલ્મ ડંકીને લઇને સતત ચર્ચામાં છે. જવાન રિલીઝ થઇ તેને 50 દિવસ થઇ ગયા છે તેમ છતાં હજુ પણ સિનેમાઘરોમાંથી તે ઉતરી નથી. જવાન પહેલા શાહરૂખ ખાનની અને 2023ની પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ પઠાણ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ ધૂમ મચાવી હતી. તેથી વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે છે. તેવામાં કિંગ ખાનની ડંકી પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ વચ્ચે ડંકીના ટીઝરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
શાહરૂખ ખાનની ડંકી ફિલ્મનું નિર્દેશન 3 ઇડિયટ્સ, પીકે, મુન્નાભાઇ MBBS ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સમાં એવી બંધાઇ છે કે કિંગ ખાનની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર પઠાણ અને જવાનની જેમ બ્લોકબસ્ટર સાબિત થશે.
હવે વાત કરીએ ડંકીના ટીઝરની તો શાહરૂખ ખાન અને તાપસી પન્નૂની ફિલ્મ ડંકીને લઇને ભારે ક્રેઝ જોવા મળ્યો. સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પર #DunkiTeaser પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે. કિંગ ખાનની ફેન ક્લબે X એકાઉન્ટ પર લખ્યું કે, ‘ડંકીના ટીઝરને 50 સેકન્ડ અને 1.49 મિનિટની લંબાઈ સાથે પ્રમાણિત કરવામાં આવ્યું છે. સૌથી મોટા અભિનેતા-દિગ્દર્શકની ફિલ્મ માટે તૈયાર રહો.
સેકનિલ્કના અહેવાલ મુજબ ડંકી ટીઝર 2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસના અવસર પર રિલીઝ થશે. પિંકવિલાના એક રિપોર્ટના મતે, એવો દાવો કરવામાં આવ્યો છે કે 2 નવેમ્બરે શાહરૂખ ખાન મુંબઈમાં પોતાના ફેન્સ માટે એક ઈવેન્ટનું આયોજન કરશે. આ જ ઇવેન્ટમાં ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડે ડંકીના ટીઝરને યુ સર્ટિફિકેટ આપ્યું છે.
ડંકી 21 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જો કે તાજેતરમાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડંકીની રિલીઝ 2024 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.
હકીકતમાં લેટ્સ સિનેમાના સત્તાવાર હેન્ડલ પર એક પોસ્ટ અનુસાર, પોસ્ટ-પ્રોડક્શન ટાઇમલાઇનમાં વિલંબને કારણે ડંકી 22 ડિસેમ્બરથી 2024 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. ‘ડંકી’નું નિર્માણ રાજકુમાર હિરાણી ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને અભિનેત્રી તાપસી પન્નુ ઉપરાંત દિયા મિર્ઝા, બોમન ઈરાની પણ જોવા મળશે. આ સિવાય સમાચાર છે કે વિકી કૌશલ એક કેમિયો કરતો જોવા મળશે.





