બોલિવૂડના કિંગ ખાને પાંચ વર્ષ પછી બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’થી આ વર્ષે મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મ શાહરૂખ ખાનના દમદાર એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. ત્યારે સિનેમાઘરોમાં ‘પઠાણ’ રિલીઝ થઇ તેને આશરે છ મહિના જેટલો સમય વિતી ચૂક્યો છે. પઠાણે વિશ્વભરમાં લગભગ 1000 કરોડ આસપાસ બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. તેવામાં RAWના ભૂતુપૂર્વ પ્રમુખ વિક્રમ સુદનું શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ અને સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર’ને લઇને મોટું નિવેદન સામે આવ્યું છે.
RAWના ભૂતુપૂર્વ પ્રમુખ વિક્રમ સુદે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પઠાણ અને ટાઇગર જેવી ફિલ્મો જોવી તદ્દન સમયનો બગાડ છે. હકીકતમાં યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા સાથે વાતચીત દરમિયાન વિક્રમ સુદે પોતાનો મંતવ્ય પ્રગટ કર્યો હતો. વિક્રમ સુદને પઠાણ અને ટાઇગર સીરિઝને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં RAW ચીફે કહ્યું હતું કે, આ ફિલ્મ સચોટ નથી. ત્યારે તેઓ ફિલ્મ જોવામાં સમય બગાડતા નથી.
વિક્રમ સુદે વધુમાં કહ્યું કે, મેં પઠાણ જોઇ નથી હું જોઇશ પણ નહીં કારણ કે તે સચોટ ચિત્રણ નથી. હું મારો સમય શું કામ બર્બાદ કરું? આ સાથે RAW ચીફે કહ્યું કે, મેં ટાઇગર (2012) જોઇ હતી. હું તે ફિલ્મ જોઇને ખુબ હસ્યો અને તેનો આનંદ લીધો. ખરેખર તે ખુબ જ વિચિત્ર હતી. સુદે બજરંગી ભાઇજન પર પણ કટાક્ષ સાધતા કહ્યું હતું કે, તે ઓવરરેટેડ ફિલ્મોની શ્રેણીમાં આવે છે. તદ્દઉપરાંત વિક્ર્મ સુદે સ્ટીન સ્પીલબર્ગની બ્રિજ ઓફ સ્પાઇઝ (2015) ની ભલામણ કરતા કહ્યું કે, આ એક વાસ્તવિક ફિલ્મ છે. રિયલ જાસુસી ફિલ્મ આ પ્રકારે બનાવવામાં આવે છે.
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે સલમાન ખાનની ‘ટાઇગર 3’માં મહત્વના રોલમાં જોવા મળશે. આ સિવાય તે ‘જવાન’ અને ‘ડંકી’માં પણ દેખાશે.