બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ ખુબ ચર્ચામાં છે. આર્યન ખાને 30 એપ્રિલ રવિવારના રોજ પોતાની કલોથિંગ બ્રાન્ડ લોન્ચ કરી છે. આ બ્રાન્ડના કપડાની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. કારણ કે, 24,000 રૂપિયાથી તો માત્ર ટીશર્ટની કિંમત શરૂ થાય છે. એટલું જ નહીં, અહીં 2 લાખથી વધુની કિંમતના જેકેટ પણ મળે છે, પરંતુ આ કિંમતના કારણે લોકો ભારે ટીકા કરી રહ્યા છે. મહત્વનું છે કે, સામાન્ય લોકો તો આ કપડા ખરીદી જ ના શકે અથવા તો ખરીદતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. તેવામાં શાહરૂખ ખાનની પ્રતિક્રિયા સામે આવી છે.
શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ જવાનની નવી રિલીઝ તારીખની જાહેરાત કર્યા પછી તરત જ ટ્વિટર પર #AskSRK સત્રનું આયોજન કર્યું હતું. સત્ર દરમિયાન એક ચાહકે આર્યન ખાનના કપડાંની બ્રાન્ડની ઊંચી કિંમતો દર્શાવી પૂછ્યું, “મૈં હંસ્ક યે દ્યાવૂલ એક્સ કે જેકેટ થોડા સા 1000-2000 વાલે ભી બના દો….કારણ કે એ મોંધા જેકેટ ખરીદીશ તો છત જતી રહેશે #AskSRK (sic).” આ સવાલના જવાબમાં શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી કે, તેને પણ તેના પુત્ર તરફથી કોઇ છૂટ મળતી નથી.
આ સિવાય શાહરૂખ ખાને ASKSRK સેશનમાં અન્ય ઘણા વિષયો પર વાત કરી હતી. જેમાં એક ચાહકે તેને આગામી ફિલ્મ જવાનમાં તેના નાના પુત્ર અબરામના લૂક અંગે સવાલ કર્યો હતો. આ સવાલના જવાબમાં શાહરૂખે કહ્યું, “અબરામને લાગે છે કે હું મમ્મી જેવો દેખાઉં છું!”
નોંધનીય છે કે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાન 2 જૂને રિલીઝ થવાની હતી. આ પછી, ફિલ્મની રિલીઝ ડેટ 29 જૂન નક્કી કરવામાં આવી હતી. પરંતુ નવા ટીઝર મુજબ ફિલ્મની રિલીઝ ડેટ 4 મહિના માટે આગળ વધારી દેવામાં આવી છે. હવે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મમાંથી શાહરૂખનો લુક શેર કરવામાં આવ્યો, ત્યારે ચાહકોને આશા હતી કે તેમાં શાહરૂખનો ચહેરો જોવા મળશે. પરંતુ આવું ન થયું. માત્ર શાહરૂખનો પડછાયો જ દેખાતો હતો.
આ પણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચન પાસેથી બોસ્ટનમાં પૈસા, પાસપોર્ટ છીનવી લેવાયા હતા ત્યારે…
હવે આર્યન ખાનના પ્રથમ પ્રોજેક્ટની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, વેબ-સિરીઝમાં છ એપિસોડ હશે અને તેનુ નામ સ્ટારડમ રાખવામાં આવ્યુ છે. આર્યને બિલાલ સાથે સિરીઝનું સહ-લેખન કર્યુ છે. આ સિરીઝને લઈને વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે. હાલ તો આર્યનના આ પ્રોજેક્ટની જાહેરાતે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે કે આખરે આમાં ખાસ શુ હશે.