ખાન ત્રિપુટી તાજતેરમાં સાથે જોવા મળી હતી, સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) ના ઘરે જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે શાહરૂખ અને સલમાન બંનેએ આમિરનો 60મો જન્મદિવસ (Aamir Khan) તેના ઘરે સાથે ઉજવ્યો હતો. આ ત્રણેય ખાનના ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ત્રણેય ખાન સાથે જોવા મળી રહ્યા છે.
આમિર ખાન બર્થ ડે પાર્ટી? (Aamir Khan Birthday Party)
મીડિયા રિપોર્ટ અનુસાર આમિર આ 14 તારીખે પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન આમિરના ઘરે સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે આ ત્રણેયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખેર, ત્રણ ખાનને એકસાથે જોવાની તક વારંવાર આવતી નથી, તેથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ઘરમાંથી બહાર નીકળતો અને પોતાની કારમાં બેસતો જોવા મળ્યો હતો જ્યારે શાહરૂખે બ્લેક હૂડી પહેરીને અને સુરક્ષા સાથે પાપારાઝીથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
આ વખતે કેમેરાએ સલમાન અને શાહરૂખને આમિરના ઘરમાંથી બહાર આવતા કેદ કર્યા હતા. આ ત્રણેયનું સાથે હોવું ચાહકો માટે મોટી વાત છે, અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: હોળીની રજામાં ઓટીટી પર આ મુવીઝ અને વેબ સિરીઝ જોવાની મજા પડશે ! જુઓ લિસ્ટ
સલમાન ખાન શાહરુખ ખાન આમિર ખાન મુવીઝ
ખાન ત્રિપુટીઆ વર્કફ્રન્ટની વાત કરીયે તો શાહરુખ ખાન કિંગ માં જોવા મળશે. જ્યારે સલમાન ખાન સિકંદર માં જોવા મળશે અને આમિર ખાન “સિતાર જમીન પર” માં જોવા મળશે