Shahrukh Khan Defamation Case | ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) એ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan), રેડ ચિલીઝ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આર્યન ખાનની વેબ સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” માં તેમને નેગેટિવ રીતે દર્શાવવામાં આવ્યા છે.
સમીર વાનખેડે શું કહ્યું?
સમીર વાનખેડે NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર રહી ચૂક્યા છે. રેડ ચિલીઝ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની માલિકીની કંપની છે. રેડ ચિલીઝ સાથે, સમીરએ દિલ્હી હાઈકોર્ટમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય લોકો સામે માનહાનિનો દાવો પણ દાખલ કર્યો છે.
સમીર વાનખેડે આરોપ લગાવ્યો છે કે રેડ ચિલીઝની સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” માં ખોટી, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભરી સામગ્રી છે જેનો હેતુ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે. “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” નું નિર્દેશન આર્યન ખાન દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રેણી તાજેતરમાં રિલીઝ થઈ હતી અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
બેડ્સ ઓફ બોલિવૂડમાં શું હતું?
આર્યન ખાનના તાજેતરમાં રિલીઝ થયેલા શો ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના એક એપિસોડમાં ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેની મજાક ઉડાવવામાં આવી હતી. સમીર વાનખેડે એ NCB અધિકારી છે જેમણે ક્રુઝ પાર્ટી કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ સિરીઝમાં સમીર વાનખેડે જેવું પાત્ર દર્શાવવામાં આવ્યું હતું, જેણે NCB અધિકારીની ભૂમિકા પણ ભજવી હતી.
ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં એક NCB અધિકારી બોલિવૂડ પાર્ટીમાં દરોડા પાડવા માટે પહોંચતા દર્શાવવામાં આવ્યો હતો. આ અધિકારીનો સ્વભાવ અને દેખાવ સમીર વાનખેડે જેવો જ હતો.