શાહરૂખ ખાન અંગે હેમા માલિનીએ મોટો ખુલાસો કર્યો, ડ્રીમ ગર્લની ગુરૂ માં એ ભવિષ્યવાણી કરી હતી, પછી જે થયું...

Shah Rukh Khan : ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તાજેતરમાં શાહરૂખ ખાન અંગે થયેલી ભવિષ્યવાણીનો ખુલાસો કર્યો હતો. હેમા માલિનીએ હાલમાં જ લેહરન રેટ્રો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં હેમા માલિનીને શાહરૂખ ખાન વિશે સવાલ કરાયો હતો.

Shah Rukh Khan : ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તાજેતરમાં શાહરૂખ ખાન અંગે થયેલી ભવિષ્યવાણીનો ખુલાસો કર્યો હતો. હેમા માલિનીએ હાલમાં જ લેહરન રેટ્રો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં હેમા માલિનીને શાહરૂખ ખાન વિશે સવાલ કરાયો હતો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Shah Rukh Khan | Hema Malini | Shah Rukh Khan News

શાહરૂખ ખાન અંગે હેમા માલિનીએ મોટો ખુલાસો કર્યો

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન આજે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. તેનું સ્ટારડમ એટલુ વૈવિશાળ છે કે તેને મુકાબલે કોઇ ન આવી શકે. ત્યારે ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તાજેતરમાં શાહરૂખ ખાન અંગે થયેલી ભવિષ્યવાણીનો ખુલાસો કર્યો હતો. હેમા માલિનીએ હાલમાં જ લેહરન રેટ્રો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં હેમા માલિનીને શાહરૂખ ખાન વિશે સવાલ કરાયો હતો.

Advertisment

હેમા માલિનીને આવો સવાલ પૂછાયો

હેમા માલિનીને શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ બાદ તેની છાપ અંગે સવાલ પૂછ્યો હતો. આ સવાલના જવાબમાં હેમાએ કહ્યું કે, ટીવી સીરિયલ ફૌજીમાં તે બહુ સારા હતા. હું તે નિયમિત જોતી હતી. તે સમયે મારી આગામી ફિલ્મ 'દિલ આશના હૈ' ની સ્ક્રિપ્ટ તૈયાર થઇ રહી હતી. આ ફિલ્મમાં મારે કોઇ નવો ચેહરો જોતો હતો. મેં વિચાર્યું કે આ છોકરો ખુબ સારો લાગી રહ્યો , હું તેને કાસ્ટ કરવા ઇચ્છું છું.

હેમા માલિનીના ગુરૂ માંની ભવિષ્વાણી

હેમા માલિનીએ વધુમાં જણાવ્યું કે, તેની બહેનનો સંપર્ક શાહરૂખ ખાન સાથે થયો. તેમણે શાહરૂખ ખાનની ધર્મેન્દ્ર સાથે મુલાકાત પણ કરાવી હતા. હેમા માલિનીએ એ પણ જણાવ્યું કે, તે તેની ગુરૂ માં હતી. જેમણે એને કહ્યું કે તેનો સામનો દિગ્ગજ સિતારા સાથે થવાનો છે. આ પછી હેમા માલિનીએ ગુરૂ માંને તેની આગામી ફિલ્મની વાત કરી. જે અંગે તેઓએ હેમાને કહ્યું હતુ કે, તમને બહુ મોટો સ્ટાર મળી રહ્યો છે. હેમા માલિનીને કંઇ ખ્યાલ ન આવ્યો, મેં કહ્યું કે અમારી પાસે નવો હીરો છે. જ્યારે ગુરૂ માં એ કહ્યું, નહીં નહીં તમને બહુ મોટો હીરો મળી રહ્યો છે.

Advertisment

આ પણ વાંચો :Malaika arora latest video: મલાઇકા અરોરા, નિક્કી તંબોલી અને શ્રૃતિ હસનની બ્યૂટી અને બોલ્ડનેસ જોઇ ફ્રેન્સ થયા ફિદા , વીડિયો વાયરલ

હેમા માલિનીને ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાની સલાહ કોણે આપી?

આ સાથે હેમા માલિનીએ તેની અપાર સફળતાનો શ્રેય ગુરૂ માં ને આપ્યો હતો. તેમણે જ હેમા માલિનીને ફિલ્મ બાગબાનમાં કામ કરવાનું અને ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. જો કે તે સમયે ધરમેન્દ્ર પરિણીત હતા. ડ્રીમ ગર્લની આત્મકથા વિશે યાદ કરતા હેમા માલિનીએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને તે સમયે એક સપ્તાહમાં 4 ફિલ્મ સાઇન કરી હતી. હેમા માલિની દ્વારા નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ 'દિલ આશના હૈ'માં શાહરૂખ ખાન, દિવ્યા ભારતી, અમૃતા સિંહ, ડિંપલ કાપડીયા, જીતેન્દ્ર સહિત સોનૂ વાલિયા છે. દિલ આશના હૈ બોક્સ ઓફિસ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે શાહરૂખ ખાનની અન્ય ફિલ્મો સુપરહિટ થઇ હતી. ત્યારથી શાહરૂખ ખાનની કિસ્મત ચમકી અને તેનું સ્ટારડમ છવાઇ ગયું. આ સાથે શાહરૂખ ખાનની ગણતરી દિગ્ગજ સ્ટાર્સમાં થવા લાગી.

શાહરૂખ ખાન celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ