/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-04T093837.872.jpg)
Actress Gayatri Joshi Accidnet : એક્ટ્રેસ ગાયત્રી જોશીનો ભયંકર કાર અકસ્માત
Gayatri Joshi Car Accident : શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'થી પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ ગાયત્રી જોશીને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. હાલમાં ગાયત્રી જોશી તેની બોયફ્રેન્ડ વિકાસ ઓબેરોય સાથે ઈટાલીમાં વેકેશન માણી રહી હતી. આ દરમિયાન તેો એક મોટા અકસ્માતનો શિકાર બન્યા હતા.
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં એક્ટ્રેસ અને તેનો બોયફ્રેન્ડ બચી ગયા છે. પરંતુ ફરારી કારમાં સવાર એક સ્વિસ દંપતીનું મોત થયું છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. માહિતી અનુસાર એક્ટ્રેસ અને તેમના પતિ લક્ઝરી ગાડીઓની સાથે રેસ કરી રહ્યા હતા.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે પાછળ ચાલી રહેલી એક ગાડીના ડેશબોર્ડ પર લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ઘણી લક્ઝરી ગાડીઓ એક એક કરીને વીડિયો રેકોર્ડ કરી રહેલી ગાડીઓને ઓવરટેક કરી રહી છે. થોડા દૂર જતા જ એક મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેને ટક્કર મારે છે તેનાથી ગાડી અને ટ્રક બન્ને પલટી જાય છે.
Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T
— Globe Clips (@globeclip) October 3, 2023
મીડિયા અહેવાલ અનુસાર, આ ઘટના ઈટલીના સાર્ડિનિયા વિસ્તારમાં થઈ છે. ઘટના વખતે ગાયત્રી અને તેમના પતિ પોતાની લેમ્બોર્ગિનીમાં સવાર હતા. તેમની કારના આગળ પાછળ ઘણી અન્ય લક્ઝરી ગાડીઓ પણ ચાલી રહી હતી.
આવી સ્થિતિમાં આગળ જઈ રહેલા મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેમની ગાડીને ફરારીએ ટક્કર મારી દીધી જે સાથે ચાલી રહેલા મિની ટ્રક સાથે અથડાઈ. આ ટક્કરથી મિની ટ્રક પલટી ગઈ અને ફરારીમાં આગ લગી ગઈ જેમાં સવાર દંપત્તીના મોત થઈ ગયા છે.
આ પણ વાંચો : ફુકરે 3એ શાહરૂખ ખાનની ‘જવાન’ને માત આપીને 5 દિવસમાં અડધી સદી ફટકારી, જાણો ફિલ્મનું કુલ કલેકશન
ગાયત્રીએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે વિકાસ અને હું ઈટલીમાં છીએ. અમે અહીં એક દુર્ઘટનાનો શિકાર થયા છીએ. ભગવાનની કૃપાથી અમે બન્ને બિલકુલ ઠીક છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us