Jawan : પઠાણને માત આપશે જવાન, શાહરૂખ ખાનની ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી

Jawan : શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ રિલીઝ પહેલાં કરોડો રૂપિયા એકત્રિત કરી લીધા છે. આ સમાચારે બધાને અચંબિત કરી દીધાં છે. જાણો કેવી રીતે ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી.

Jawan : શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ રિલીઝ પહેલાં કરોડો રૂપિયા એકત્રિત કરી લીધા છે. આ સમાચારે બધાને અચંબિત કરી દીધાં છે. જાણો કેવી રીતે ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Jawan| Jawan Box office collection Day 19| jawan Box Office collection| shah rukh khan

Jawan

Jawan Movie : શાહરૂખ ખાને બ્લોક બસ્ટર ફિલ્મ 'પઠાણ'થી લાંબા સમય બાદ મોટા પડદા પર ધમાકેદાર કમબેક કર્યું છે. આ ફિલ્મે શાહરૂખ ખાનનું સ્ટારડમ જાળવ્યું છે. ત્યારે હવે ચાહકો શાહરૂખ ખાનની બીજી અપકમિંગ મુવીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર એટલું દમદાર અને એક્શનથી ભરપૂર છે કે દર્શકોને આ ફિલ્મ જોવાની મજા પડી જશે. આ વચ્ચે કિંગ ખાનના ફેન્સ ક્લબ આ મૂવીનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો એક કેમ્પેઇન ચલાવી રહ્યા છે. આ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ રિલીઝ પહેલાં કરોડો રૂપિયા એકત્રિત કરી લીધા છે. આ સમાચારે બધાને અચંબિત કરી દીધાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જવાનના નિર્માતાઓને ફિલ્મની રિલીઝ પહેલાં જ 150 કરોડ રૂપિયાનો ફાયદો થઇ ગયો છે. ટ્રેડ પંડિત મોહનબાલાના જણાવ્યા અનુસાર, ફિલ્મ 'જવાન'ના નોન થિએટ્રિકલ રાઇટ્સ લગભગ 250 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યાં છે. જેમાં સેટેલાઇટ રાઇટ્સ 84 કરોડ, ડિજિટલ રાઇટ્સ 130 કરોડ અને મ્યૂઝિક રાઇટ્સ 36 કરોડ રૂપિયામાં વેચાયા છે.

બીજી બાજુ જવાનના થિએટ્રિકલ રાઇટ્સ 314માં કરો઼ડ વેચાયા. જેમાં ઓવરસીઝ 105, તમિલનાડુમાં 17 કરોડ રૂપિયા,આંધ્રપ્રદેશમાં 15 કરોડ રૂપિયા તેમજ કર્ણાટક 15 અને કેરલમાં 7 કરોડ રૂપિયામાં વેચાયા હોવાની વિગતો છે. તો ભારતમાં બાકી રાઇટ્સ 155 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. આ નિર્માતાઓએ જવાનની રિલીઝ પહેલા જ 564 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી લીધી છે. આ સિવાય નિર્માતાઓએ ડંકીના પણ નોન થિયેટ્રીકલ રાઇટ્સ લગભગ 230 કરોડ રૂપિયા વેચી દીધા છે.

https://www.instagram.com/p/CugTbrcoeEw/
જવાન મૂવીનું ટીઝર

આ પણ વાંચો : kaun banega crorepati 15 : અમિતાભ બચ્ચને ‘KBC 15’ ના સેટ પરથી શૂટિંગની ઝલક શેર કરી, શો ક્યારે શરૂ થશે તેની આપી માહિતી

Advertisment

આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશીમાં ઝુમી રહ્યા છે. મીડિયા અહેવાલમાં એવો દાવો કરાયો છે કે, શાહરૂખ ખાનની 'જવાન' રિલીઝ પહેલાં જ હિટ થઇ ગઇ છે. મહત્વનું છે કે, ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. કિંગ ખાન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે સાઉથની સુપરસ્ટાર નયનથારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર જવાન માટે શાહરૂખ ખાને લગભગ 150 કરોડ રૂપિયાની તગડી ફી લીધી છે.

શાહરૂખ ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ