/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Raksha-Bandhan-4.jpg)
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 24
Shah Rukh Khan Visits Vaishno Devi for Jawan Movie : બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ જવાનની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનો ટ્રેલર વીડિયો 31 ઓગસ્ટે રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મ રિલીઝ થવામાં બહુ ઓછો સમય બચ્યો છે. જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કિંગ ખાન માતા વૈષ્ણોદેવીના મંદિરે જોવા મળ્યો હતો. ફિલ્મની રિલીઝ પહેલા તેણે વૈષ્ણો માતાના ચરણોમાં શિશ નમાવ્યું અને જવાન ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
#WATCH | J&K | Actor Shah Rukh Khan paid obeisance at Mata Vaishno Devi Shrine last night. pic.twitter.com/I1XgOIhWTX
— ANI (@ANI) August 30, 2023
શાહરૂખ ખાનનો સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક્ટર વૈષ્ણદેવીની સીડીઓ ચડતી વખતે સુરક્ષામાં જોઈ શકાય છે. ઉપરાંત તેના ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તે કપાળ પર તિલક લગાવેલો જોઈ શકાય છે. 'જવાન'ની રિલીઝ પહેલા પણ તેણે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. વાયરલ વીડિયોમાં અભિનેતાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નથી. તેણે આસમાની રંગનું જેકેટ પહેર્યું છે અને તેણે માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે.
'પઠાણ'ની સફળતા માટે કિંગ ખાન માતા વૈષ્ણદેવીના દરબારમાં
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન 'પઠાણ'ની સફળતાના માર્ગ પર ચાલી રહ્યો છે. 'પઠાણ'ની રિલીઝ પહેલા પણ તે વૈષ્ણોદેવીના દર્શને ગયો હતો અને ત્યારે પણ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ ઘટનાને લઇ શાહરૂખ ખાનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતાએ 'જવાન' ફિલ્મ માટે પણ આવું જ કર્યુ છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે અને હવે આગામી ફિલ્મને હિટ અને બ્લોકબસ્ટર કહી રહ્યા છે. માતાનો જય જયકાર કરી રહ્યા છે. આથી 'પઠાણ' હિટ થયા પછી કહી શકાય કે આ બાબત જ અભિનેતાની સફળતાનું રહસ્ય છે.
શાહરુખ ખાન હિટ તો આમિર ખાન ફ્લોપ કેમ?
'પઠાણ' શાહરૂખ ખાનના કમબેક માટે શાનદાર સાબિત થઈ. આ ફિલ્મથી તેનું ડેબ્યૂ હિટ થયુ હતુ. પઠાણની સફળતા બાદ શાહરૂખ ખાને 'જવાન' અને 'ડેંકી' જેવી ફિલ્મોની ઘોષણા કરી. આમિક ખાનનું કમબેક ફ્લોર રહ્યુ છે. તેમણે લાલ ચઢ્ઢા સિંહથી રિડેબ્યૂ કર્યુ પરંતુ સફળતા મળી નહીં. હવે આનું કારણ શું છે? આ માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે. પરંતુ ધર્મ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું જોવામાં આવ્યું છે કે આમિર ધર્મને લઈને અવારનવાર વિવાદોમાં રહે છે. પરંતુ શાહરૂખ આ વિવાદોથી દૂર રહે છે. તેઓ તમામ ધર્મોના મંદિરોની મુલાકાત લેતા જોવા મળ્યો છે. જ્યારે હાલના દિવસોમાં ધર્મને લઈને મામલો થોડોક ગંભીર છે, આવી સ્થિતિમાં કહી શકાય કે શાહરૂખ ખાનની હિટ ફિલ્મ પાછળ ધર્મ એક મોટું કારણ બની શકે છે.
આ પણ વાંચો | શાહરૂખ ખાનની ‘જવાન’એ એડવાન્સ બુકિંગના થોડા જ કલાકમાં મબલક કમાણી કરી, આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ નથી કરી શકી આ કામ
કલાકારનું લોકોની વિરુદ્ધમાં જવું મોંઘુ પડ્યું!
છેલ્લા કેટલાક સમયથી તમે નોંધ્યું હશે કે ધર્મનો મુદ્દો ઘણો ગંભીર છે. આવી સ્થિતિમાં જ્યારે દીપિકા પાદુકોણની 'છપાક' રીલિઝ થઈ ત્યારે તે પણ ફ્લોપ રહી હતી. તેનું એક કારણ તેનું જેએનયુમાં જવું માનવામાં આવતું હતું, ત્યારબાદ એક ટ્રેન્ડ શરૂ થયો હતો. 'બૉયકોટ બૉલીવુડ', જેણે એક નહીં પરંતુ ઘણી ફિલ્મોને ફ્લોપ કરી, જેના કારણે બૉક્સ ઑફિસ પર સાઉથનો દબદબો આવી ગયો. ત્યારબાદ કોરોના મહામારીના લીધે બે વર્ષ બોલિવૂડ માટે અત્યંત ખરાબ ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us