Shah Rukh Khan latest News : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેતાએ એક વર્ષમાં બે બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ આપ્યા બાદ તેને ખત્તરો હોય શકે છે. તેથી કિંગ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે બાદશાહને દરેક સમયે તેના અંગરક્ષકો તરીકે 6 પોલીસ કમાન્ડો મળશે. શસ્ત્ર બોડીગાર્ડ્સ મહારાષ્ટ્ર પોલીસના સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટના હશે.
શાહરૂખ ખાનને ખત્તરો હોવાની ધારણાને પગલે તેને સમગ્ર ભારતમાં સુરક્ષા પ્રદાશ થશે. તેમજ સુરક્ષાકર્મીઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે. તેમના નિવાસસ્થાન કે જેનું નામ મન્નત છે તેના પર પણ ચાર હથિયારધારી પોલીસકર્મીઓ દ્વારા હંમેશા સુરક્ષા રાખવામાં આવશે. જો કે અભિનેતા પોતે જ તેની સુરક્ષા માટે ચૂકવણી કરશે. ભારતમાં, ખાનગી સુરક્ષા એજન્સીને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરી શકાતી નથી, તેથી જ તે પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા હોવી જોઈએ.
મહત્વનું છે કે, શાહરૂખ ખાનની જવાને ભારતમાં રૂ. 618.83 કરોડ અને વૈશ્વિક સ્તરે રૂ. 1,103 કરોડની કમાણી કરી છે, જ્યારે પઠાણે ભારતમાં રૂ. 543.05 કરોડ અને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 1,050.3 કરોડની કમાણી કરી હતી. ત્યારે શાહરૂખને તેની છેલ્લી બે ફિલ્મોની સફળતાને જોતાં, અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, કિંગ ખાનને જાનનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયુ છે.
આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની ત્રીજી આગામી ફિલ્મ ડંકી છે. આ ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ત્યારે શાહરૂખ ખાનને ધમકી મળે તે સ્વાભાવિક છે.