શાહિદ કપૂર કૃતિ સેનન લવ સ્ટોરીને મળ્યું નામ, તેરી બાતો મેં એસા ઉલઝા જીયા ફિલ્મનું પોસ્ટર રિલીઝ

શાહિદ કપૂર અને કૃતિ સેનન ની રોમોન્ટિક ફિલ્મને લઇને ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી. હવે શાહિદ અને ક્રિતીની લવ સ્ટોરીને નામ મળ્યું છે. ફિલ્મ મેકર્સ દ્વારા બુધવારે આ નવી જોડીની તેરી બાતો મે એસા ઉલ્ઝા જીયા રોમેન્ટિક ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી ફેન્સની ધડકનો વધારી દીધી છે.

Written by Haresh Suthar
January 10, 2024 18:41 IST
શાહિદ કપૂર કૃતિ સેનન લવ સ્ટોરીને મળ્યું નામ, તેરી બાતો મેં એસા ઉલઝા જીયા ફિલ્મનું પોસ્ટર રિલીઝ
Shahid Kapoor Kriti Sanon: શાહિદ કપૂર કૃતિ સેનન અપકમિંગ મુવી તેરી બાતો મેં એસા ઉલ્ઝા જીયા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું

શાહિદ કપૂર અને કૃતિ સેનન બંનેના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. લાંબા સમયથી જેની ચર્ચા થતી હતી એ હવે ફિલ્મના પડદે ઉતરવા જઇ રહ્યું છે. કૃતિ સેનન અને શાહિદ કપૂર લવ સ્ટોરીને છેવટે નામ મળ્યું છે. ફિલ્મ મેકર્સે એમની અપકમિંગ મુવીનું નામ જાહેર કર્યું છે. તેરી બાતો મે એસા ઉલ્ઝા જીયા ફિલ્મમાં શાહિદ અને ક્રિતી રોમોન્ટિક જોડી બનાવશે.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફિલ્મ મેકર્સ નવી જોડી પર દાવ લગાવી રહ્યા છે. કૃતિ સેનન અને શાહિદ કપૂર ની નવી જોડી ટૂંક સમયમાં ફિલ્મના પડદે જોવા મળશે. ફિલ્મ મેકર્સ દ્વારા કૃતિ સેનન અને શાહિદ કપૂર ની રોમેન્ટિક લવ સ્ટોરી તેરી બાતો મે એસા ઉલ્ઝા જીયા ફિલ્મનું પોસ્ટર જાહેર કરાયું છે. અપકમિંગ ફિલ્મના પોસ્ટરમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન બંને રોમેન્ટિક દેખાઇ રહ્યા છે.

કૃતિ સેનન અને શાહિદ કપૂર પહેલી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે. તેરી બાતો મે એસા ઉલઝા જીયા ફિલ્મમાં દર્શકોને નવી જોડી સાથે રોમેન્ટિક લવ સ્ટોરી જોવા મળશે. કૃતિ સેનન અને શાહિદ કપૂર સ્ટાર કાસ્ટની આ ફિલ્મ આગામી 9 ફેબ્રુઆરી 2024 રિલીઝ થશે. ક્રિતી અને શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મને લઇને ફેન્સ ઘણા આતુર છે.

કૃતિ સેનન ને પોસ્ટર શેયર કર્યું

કૃતિ સેનન પણ અપકમિંગ મુવી તેરી બાતો મેં એસા ઉલ્ઝા જીયા ને લઇને ઘણી ઉત્સાહિત છે. શાહિદ કપૂર સાથે પ્રથમ વખત જોડી બનાવવા જઇ રહેલ ક્રિતી સેનન રોમેન્ટિક લવ સ્ટોરીને લઇને ખુશ છે. ક્રિતી સેનને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શાહિદ સાથેની ન્યૂ મુવીનું પોસ્ટર શેયર કર્યું છે. કેપ્શનમાં ક્રિતી સેનન લખે છે કે, આ વેલેન્ટાઇન વીક પર એક અસંભવ પ્રેમ કહાનીનો અનુભવ કરો.

શાહિદ કપૂર ને થયો રોબોટ સાથે પ્રેમ

કૃતિ સેનન સાથેની શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જીયા એક અસંભવ પ્રેમ કહાની છે. અમિત જોશી અને આરાધના શાહ દ્વારા લિખિત આ ફિલ્મમાં શાહિદ કપૂરને એક રોબોટ સાથે પ્રેમ થતો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ એક અનોખો અનુભવ કરાવશે એવું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મમાં ક્રિતી સેનન એક રોબોટના પાત્રમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ