/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Shahid-Kapoor-Kriti-Sanon-Teri-Baaton-Mein-Aisa-Uljha-Jiya-.jpg)
Shahid Kapoor : શાહિદ કપૂરે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાના ટાઇટલનો કર્યો બચાવ, કહે છે…''
Shahid Kapoor Movie: શાહિદ કપૂર (Shahid Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) હાલમાં તેમની આગામી ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા (Teri Baaton Mein Aisa Ulza Jiya) નું પ્રમોશન કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, કલાકારોને આવ્યું ફિલ્મના અત્યંત લાંબા ટાઇટલનું કારણ પૂછ્યું હતું. શાહિદે સંમતિ આપી કે જે કંઈપણ "જે સામાન્યથી કંઈક અલગ હોય તે થોડું વિચિત્ર લાગે" અને તેણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ) ના ટાઇટલનું ઉદાહરણ આપ્યું, જેના પર 1990ના દાયકાની શરૂઆતમાં જ પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Shahid-Kapoor-Kriti-Sanon-Teri-Baaton-Mein-Aisa-Uljha-Jiya-1.jpg)
શાહિદ કપૂરએ બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાના લાંબા ટાઇટલ વિષે આવું કહ્યું
શાહિદે ફિલ્મ કમ્પેનિયન સાથે શેર કર્યું કે,“મને યાદ છે જ્યારે DDLJ રિલીઝ થયું ત્યારે, બધા ટાઇટલ ઘટક, ઘાયલ, જીત જેવા હતા, તે વાઇબ હતો અને પછી આ એક લાંબુ ફિલ્મ ટાઇટલ આવ્યું અને મને યાદ છે કે ફિલ્મ આવી તે પહેલા, દરેક જણ ચર્ચા કરી રહ્યા હતા કે 'બહુ લાબું છે, અમને ખબર નથી કે તેઓ શું કહે છે' પરંતુ જ્યારે તમે એક લવ સ્ટોરી બનાવવા માંગો છો ત્યારે મને લાગે છે કે, થોડું લાંબુ ટાઇટલ રાખવાનું ઠીક છે, શાહરૂખ ખાન- કાજોલફિલ્મ DDLJ ને હજુ પણ હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.''
આ પણ વાંચો: Bhakshak Trailer : ભક્ષક ટ્રેલર લોન્ચ, ફિલ્મમાં ભૂમિ પેડનેકર એક જર્નાલિસ્ટની ભૂમિકા જોવા મળશે
શાહિદ કપૂરપછી ઈમ્તિયાઝ અલી સાથેની તેમની ફિલ્મ જબ વી મેટ (Jab We Met) ના ટાઇટલ વિશે ચર્ચા કરી અને શેર કર્યું કે તે ફિલ્મનું ટાઇટલ પણ શંકાની નજરે જોવામાં આવ્યું હતું. “મને યાદ છે કે જ્યારે મેં જબ વી મેટ કર્યું ત્યારે દરેકને લાગતું હતું કે 'આ ટાઇટલ શું છે?' કારણ કે તે સમયે, હિન્દી-અંગ્રેજીનું આ મિક્સ્ચર, જેમ કે એક ટાઇટલમાં હિન્દી અને અંગ્રેજી શબ્દ મૂકવો એ કોઈ યોગ્ય ન હતું," પરંતુ હવે તે ટાઇટલ હવે "ક્લાસિક" તરીકે જોવામાં આવે છે.
તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા (Teri Baaton Mein Aisa Ulza) વિશે બોલતા, એક્ટરે કહ્યું કે ટીમ તેમના ટાઇટલ પર પ્રશ્નો માટે તૈયાર હતી અને કહ્યું, “શરૂઆતમાં, અમને સમજાયું કે… આ એક લાંબુ ટાઇટલ છે, પરંતુ અમે તૈયાર હતા કે આ થોડા સમય માટે થશે.”
તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા (Teri Baaton Mein Aisa Ulza Jiya) 9 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. જેમાં શાહિદ કપૂર (Shahid Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) ની લવ સ્ટોરી છે, અભિનેત્રી અહીં રોબોટની ભૂમિકામાં જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us