શાહરુખ ખાનની આ વ્હિસ્કી બ્રાન્ડ દુનિયામાં બેસ્ટ બની, જાણો શું છે નામ અને કિંમત

Shahrukh Khan : બોલીવુડનો કિંગ ગણાતો શાહરુખ ખાન પોતાના પુત્ર આર્યન સાથે લિકર બ્રાન્ડ ચલાવે છે. જે હવે દુનિયાની બેસ્ટ બ્રાન્ડ બની ગઇ છે

Written by Ashish Goyal
December 03, 2024 18:47 IST
શાહરુખ ખાનની આ વ્હિસ્કી બ્રાન્ડ દુનિયામાં બેસ્ટ બની, જાણો શું છે નામ અને કિંમત
શાહરુખ ખાન અને તેનો પુત્ર આર્યન ખાન (એસઆરકેકિંગ ઇન્સ્ટા)

Shahrukh Khan : શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડાયરેક્ટર તરીકે નેટફ્લિક્સની સિરિઝ સાથે આવી રહ્યો છે. ડાયરેક્ટરની જાહેરાત કરતાં પહેલાં આર્યન ખાને 2022માં પોતાના બિઝનેસમાં પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આર્યન અને શાહરુખ ખાને સાથે મળીને શરાબની એક બ્રાન્ડ શરૂ કરી હતી, જે હવે દુનિયાની બેસ્ટ બ્રાન્ડ બની ગઇ છે. પિતા-પુત્રની આ જોડી સાથે મળીને વ્હિસ્કી બ્રાન્ડ ચલાવે છે અને તેનું નામ D’YAVOL (ડી’વાયએવોલ) છે.

બોલીવુડનો કિંગ ગણાતો શાહરુખ ખાન પોતાના પુત્ર આર્યન સાથે લિકર બ્રાન્ડ ચલાવે છે અને તાજેતરમાં ન્યૂયોર્ક વર્લ્ડ સ્પિરિટ કોમ્પિટિશન 2024માં આ વ્હિસ્કીને બેસ્ટ ઓવરઓલ સ્કોચ, બેસ્ટ ઓફ ક્લાસ અને બ્લેન્ડેડ મોલ્ટ સ્કોચ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યો છે.

જણાવી દઈએ કે ન્યૂયોર્ક વર્લ્ડ સ્પિરિટ કોમ્પિટિશનમાં આ વ્હિસ્કીને તમામ માપદંડોમાં જજ કરવામાં આવી હતી, પછી ભલે તે તેની ઓથેંટિસિટી હોય, ક્વોલિટી હોય કે પછી મેન્યુફેક્ચરિંગ હોય. આ વ્હિસ્કી બ્રાન્ડ તમામ પરિમાણોમાં ખરી ઉતરી છે. આ બ્રાન્ડને બેસ્ટ જાહેર કરવા પર આર્યન ખાને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ એવોર્ડ મેળવવો એ વાતનો પુરાવો છે કે અમે ઓથેંટિસિટી, ક્વોલિટી અને ક્રાફ્ટ્સમેનશિપની દ્રષ્ટિએ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.

શું છે શાહરૂખ ખાન-આર્યન ખાનની વ્હિસ્કી બ્રાન્ડ D’YAVOLની કિંમત?

ડી’યાવોલ ઇન્સેપ્શન (750 એમએલ) હાલમાં મહારાષ્ટ્રમાં (9,800 રૂપિયા), ગોવા (9,000 રૂપિયા) અને કર્ણાટકમાં (9,500 રૂપિયા) ઉપલબ્ધ છે. આ ટૂંક સમયમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગાણામાં પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો – ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા અલ્લુ અર્જુન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

વ્હિસ્કીની ખાસિયત

શાહરૂખ ખાન અને આર્યન ખાનની આ વ્હીસ્કી બ્રાન્ડની ખાસિયત એ છે કે તે 8 મોલ્ટથી મળીને બનેલી છે, જેને 12 વર્ષ સુધી એજ કરી શકાય છે. હાઇલેન્ડ, લોલેન્ડ અને આઇલેન્ડ રિજનથી પહેલા મોલ્ટને લેવામાં આવે છે. આ નોન ચિલ ફિલ્ટર્ડ તેવી, ઓથેંટિક ફ્લેવર વ્હીસ્કી છે, જેમાં સૂકા મેવા, ડાર્ક ચોકલેટ, સ્મોક્ડ, રાંધેલા પ્લમ, સ્માઇડ વેનીલાનો હળવો એસેંસ હોય છે.

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ પોતાની નેટફ્લિક્સ સીરિઝને લઇને ચર્ચામાં છે, જેમાં તે ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. કંગનાએ આ માટે આર્યનના વખાણ કર્યા છે, જ્યારે કેઆરકેનું કહેવું છે કે આર્યનને એક્ટર તરીકે આવવું જોઇએ, તેનામાં સુપરસ્ટારના તમામ ગુણ છે.

(ડિસ્ક્લેમરઃ દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ