Golden Globe 2023, RRR Movie: એસએસ રાજા મૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) ના ‘નાટૂ નાટૂ ગીત’ (Nattu Nattu song) ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ (Golden Globes 2023) માં બેસ્ટ ઓરિજનલ સોંન્ગનો એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઇએ કે 80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં RRRને બે શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ અને શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’નો સમાવેશ થાય છે.
એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગને પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. RRR ફિલ્મનું ગાયક એમએમ કીરવાનીનું ગીત ‘નાટુ નાટુ’ 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીત માટે વિજેતા જાહેર કર્યું છે. એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાજામૌલી ભારતીય ડ્રેસમાં જોવા મળ્યા હતા. ત્યારે આ ખુશીના અવસર પર પઠાણ સ્ટાર શાહરૂખ ખાને ખુલાસો કર્યો છે કે, કંઇ રીતે તેને ગોલ્ડન ગ્લોબ્સમાં RRRની આ પ્રસિદ્ધીને લઇને ડાન્સ કરીને નાટૂ નાટૂ ગીતની જીતનો જશ્ન મનાવ્યો છે.
ગઇકાલે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. જેના થોડા કલાકો વિત્યા બાદ એસએસ રાજામૌલીએ ટ્વીટ કરીને પઠાણના ટ્રેલરની પ્રશંસા કરી હતી. પઠાણની આખી ટીમને શુભકામના આપતા એસ.એસ.રાજામૌલીએ લખ્યું હતું કે, “ટ્રેલર શાનદાર લાગી રહ્યું છે ધ કિંગ રિટન, પુષ્કળ પ્રેમ શાહરૂખ ખાન, પઠાણની પૂરી ટીમને ઓલ ધ બેસ્ટ…”
શાહરૂખ ખાને આજે (11 જાન્યુઆરી) પરોઢિયે એસ.એસ.રાજામૌલીના ટ્વીટનો જવાબ આપ્યો અને ખુલાસો કર્યો કે, તેણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023માં આરઆરઆર (RRR)ની જીતનો જશ્ન નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરીને મનાવ્યો હતો. હકીકતમાં શાહરૂખ ખાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, સર જસ્ટ ઉઠ્યો અને ગોલ્ડન ગલોબ્સમાં RRRની જીતનો જશ્ન મનવતા નાટૂ નાટૂ પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું.
RRRની આ પ્રસિદ્ધી બાબતે ખાસ વાત એ છે કે, આરઆરઆર આ પુરસ્કારોમાં નામાંકન મેળવનારી બે દાયકાથી વધારે સમયમાં પહેલી ભારતીય ફિલ્મ છે. પહેલા વિદેશી ભાષા શ્રેણીમાં નામાંકન મેળવનારી ફિલ્મ સાલામ બોમ્બે (1988) અને મોનસૂન વેડિંગ (2001) છે. આ બંને ફિલ્મોનું નિર્દેશન મીરા નાયરે કર્યું છે. આ બંને ફિલ્મે આરઆરઆરથી દરેક રીતે અલગ છે.
RRR અંગે વાત કરીએ તો રાજામૌલી દ્વારા નિર્દેશિત આરઆરઆર રાષ્ટ્રવાદ અને ભાઈચારા પર આધારિત ફિલ્મ છે. તેમાં જાણીતા કલાકાર રામ ચરણ અને જૂનિયર એનટીઆર છે. તેમણે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓને ક્રમશ: અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની ભૂમિકા નિભાવી છે.
આ ફિલ્મ સ્વતંત્રતાના પહેલાના સમયની કાલ્પનિક કહાની પર આધારિત છે. ફિલ્મના તેલુગુ ગીત નાટૂ નાટૂને સંગીત એમ એમ કીરાવાનીએ આપ્યું છે. જ્યારે તેના શબ્દો કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજે લખ્યા છે.