શાહરૂખ ખાનની જવાન મૂવીના ટ્રેલર પર યુટ્યુબની ચેતવણી, પ્રથમ દિવસે જવાને કેટલી કમાણી કરી જાણો

Shahrukh Khan Jawan Trailer On Youtube : બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની જવાન મૂવીના ટ્રેલર પર એક સીન માટે યુટ્યુબે ચેતવણી આપી છે. જવાનના ટ્રેલરમાં દેખાડેલા આ સીન સામે દર્શકોએ યુટ્યુબને ફરિયાદ કરી હતી

Shahrukh Khan Jawan Trailer On Youtube : બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની જવાન મૂવીના ટ્રેલર પર એક સીન માટે યુટ્યુબે ચેતવણી આપી છે. જવાનના ટ્રેલરમાં દેખાડેલા આ સીન સામે દર્શકોએ યુટ્યુબને ફરિયાદ કરી હતી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
shahrukh khan | shahrukh khan jawan movie | bollywood news | Shahrukh Khan Jawan Trailer | Shahrukh Khan Jawan Trailer On Youtube | Jawan box office collection

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (ફોટો ક્રેડિટઃ યુટ્યુબ)

Shahrukh Khan Jawan Box Office Collection : શાહરુખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે દેશ અને દુનિયામાં રિલીઝ થઈ છે. ફિલ્મને બમ્પર ઓપનિંગ મળી છે. ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જર્મની તેમાં ટોપ પર છે. શાહરૂખ ખાનના ચાહકો માટે તેની ફિલ્મ કોઈ તહેવારથી ઓછી નથી.

Advertisment

શાહરૂખ ખાનની જવાન ફિલ્મનું બોક્સ ઓફ ક્લેક્શન (Shahrukh Khan Jawan Box Office Collection)

જવાન મૂવી રિલિઝ પહેલા જ જંગી એડવાન્સ બુકિંગ સાથે કલેક્શન રેકોર્ડ બુકમાં તેનું નામ નોંધાવી ચૂકી છે. રિલિઝના પ્રથમ દિવસે જ શાહરૂખ ખાનની જવાન ફિલ્મે સમગ્ર દુનિયામાં 129.6 કરોડનું કલેક્શન કર્યુ છે, જેમાં ભારતીય બોક્સ ઓફિસ પર 75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ ફિલ્મની કહાણી ખેડૂતની આત્મહત્યા, ઉદ્યોગપતિઓની લોન માફી, મહિલા શક્તિ અને ઈવીએમ ચોરી જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર આધારિત છે. આ દરમિયાન, ફિલ્મના ટ્રેલરનો એક શોટ જવાન મૂવીના નિર્માતાઓને મોંઘો પડ્યો છે. જેના માટે યુટ્યુબે મોટી કાર્યવાહી કરી છે.

Advertisment

જવાન મૂવીના ટ્રેલર પર યુટ્યુબની એક્શન (Shahrukh Khan Jawan Trailer On Youtube)

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેના યુટ્યુબ હોમપેજ પર જવાન મૂવીનું ટ્રેલર શેર કર્યું છે. જ્યાં તે પ્લે નથી થઇ રહ્યું અને એક ચેતવણી દર્શાવે છે. કે અહીં સેલ્ફ હાર્મ એટલે સ્વને નુકસાનકર્તા તરીકે દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે આ વીડિયોને રેડ ફ્લેગ કરવામાં આવ્યો છે. જો કે, ચેનલના વિડિયો વિભાગમાં જઈને ટ્રેલર જોઈ શકાય છે. પરંતુ ત્યાં પણ પહેલા નોટિસ આવે છે. જેમાં લખ્યું છે કે તેમાં વાંધાજનક સામગ્રી છે. શું તમે આ સમજો છો અને હજુ પણ આગળ વધવા માંગો છો? પછી તમારે I wish to proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી ફિલ્મનું ટ્રેલર શરૂ થશે.

publive-image

યુટ્યુબે આ કેમ કર્યું

વાસ્તવમાં જવાન ફિલ્મનું ટ્રેલર શાહરૂખ ખાનના દમદાર ડાયલોગથી શરૂ થાય છે. આ પછી વિજય સેતુપતિનું પાત્ર કાલી દેખાડવામાં આવ્યું છે. તે દરમિયાન વ્યક્તિ પોતાને નુકસાન પહોંચાડતો જોવા મળે છે. હોલીવુડમાં આવી કોઈ સામગ્રી બતાવવામાં આવતી નથી કારણ કે આવા દ્રશ્યોની સીધી અસર દર્શકો પર પડે છે.

આ પણ વાંચો | શાહરૂખ ખાનની ‘જવાન’ રિલીઝના થોડા જ સમયમાં લીક, આ સાઇટ પરથી કરી શકો છો ફિલ્મ HD પ્રિન્ટમાં ડાઉનલોડ

ફિલ્મોમાં આવા દ્રશ્યો બતાવવામાં આવે ત્યારે ચેતવણી આપવી પડે છે. જવાનનું ટ્રેલર રિલીઝ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી નથી. ટ્રેલર સામે આવ્યા બાદ લોકોએ આ વાંધાજનક દ્રશ્ય સામે યુટ્યુબ પર જાણ કરી હતી. જે બાદ યુટ્યુબે આ કાર્યવાહી કરી છે.

શાહરૂખ ખાન ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ