શાહરૂખ ખાનની ‘પઠાણ’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કંડેય કાત્જુ, ‘કોઇ સામાજિક સુસંગતતા નથી’

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુ (Markandey Katju) એ પોતાના બ્લોગમાંસ વિસ્તાર પૂર્વક શા માટે શાહરૂખ ખાન (shahrukh khan) ની ફિલ્મ 'પઠાણ' (pathaan) ની વિરુદ્ધ છે તે અંગે ખુલાસો કર્યો છે.

Written by mansi bhuva
Updated : February 01, 2023 07:18 IST
શાહરૂખ ખાનની ‘પઠાણ’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કંડેય કાત્જુ, ‘કોઇ સામાજિક સુસંગતતા નથી’
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પઠાણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કંડેય કાત્જુુ

Shah Rukh Khan, Pathaan: સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ હવે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ પર પણ પોતાનો અભિપ્રાય આપવાને લઇને ચર્ચામાં છે.માર્કંડેય કાત્જુએ કહ્યું કે, તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની વિરુદ્ધમાં છે. આખરે કેમ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કાટજૂ પઠાણના વિરોધમાં છે? આવો જાણીએ આ અહેવાલમાં…

માર્કંડેય કાત્જુએ તેમના બ્લોગમાં લખ્યું છે કે, મેં ભૂતકાળમાં ‘પઠાણ’ની આલોચના કરી હતી, પરંતુ હવે તે અંગે વિસ્તૃતમાં વાત કરવા માંગુ છું’. આ સાથે તેઓએ બ્લોગમાં લખ્યું છે કે, ફિલ્મો એ કળાનું એક સ્વરૂપ છે, અને કળા વિશે બે સિદ્ધાંતો છે. 1. કલા કલા માટે. 2. સામાજિક હેતુ માટે કલા. કલાના આ બંને સ્વરૂપો મનોરંજન પૂરું પાડે છે. પરંતુ કલા માત્ર મનોરંજન કરવા અથવા આપણી સૌંદર્યલક્ષી સંવેદનાઓને આકર્ષવા માટે જ હોવો જોઈએ, અને જો કલાનો ઉપયોગ સામાજિક ઉદેશ્ય માટે કરવામાં આવે તો તે કલા નથી રહેતી, તે પ્રચાર બની જાય છે.

માર્કંડેય કાત્જુએ વધુમાં લખ્યું હતું કે, બીજી બાજુ અન્ય સમર્થકોનું માનવું છે કે, મનોરંજન પૂરું પાડવા ઉપરાંત, કલાને સામાજિક સુસંગતતા પણ હોવી જોઈએ અને સમાજમાં વધુ સારા પરિવર્તન લાવવા માટે લોકોને પ્રેરણા આપવી જોઈએ.

માર્કંડેય કા્ત્જુએ કહ્યું કે, મારા મતે આજે ભારતમાં કલાના અન્ય સ્વરૂપો (જ્યાં સુધી સાહિત્ય અને ફિલ્મોનો સંબંધ છે) સ્વીકાર્ય છે. તે એટલા માટે કારણ કે આજે આપણા લોકો વ્યાપક ગરીબી, ભૂખમરો (ગ્લોબલ હંગર ઈન્ડેક્સ દ્વારા સર્વેક્ષણ કરાયેલા 121 દેશોમાં આપણે 101માંથી 107માં સ્થાને આવી ગયા છીએ), રેકોર્ડ અને વધતી જતી બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના આસમાને પહોંચતા ભાવ, લગભગ સંપૂર્ણપણે અછતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જનતા માટે ઉચિત સ્વાસ્થ સેવા અને સારું શિક્ષણ વગેરે.

આ સાથે માર્કંડેય કાત્જુએ પોતાના બ્લોગમાં લખ્યું કે, કેટલાક લોકો અનુસાર, લોકોને મનોરંજનની પણ જરૂર છે. આ વાત સાચી છે, પરંતુ મનોરંજનને સામાજિક સુસંગતતા સાથે જોડી શકાય છે, જેમ કે આવારા, શ્રી 420, બૂટ પોલિશ, જાગતે રહો અથવા સત્યજીત રે, ચાર્લી ચેપ્લિન, સર્ગેઈ આઈઝેનસ્ટાઈન, ઓર્સન વેલ્સ વગેરે ફિલ્મો જેવી રાજ કપૂરની ફિલ્મો. તે બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી.

આ પણ વાંચો: Asksrk: શાહરૂખ ખાનને એક ફેન્સે કહ્યું…બોક્સ ઓફિસ પર સલમાન ખાનનો મુકાબલો નહીં કરી શકો, અભિનેતાએ આપ્યો આવો જવાબ

હું ભગવા બ્રિગેડની જમણી પાંખના કારણે પઠાણની વિરુદ્ધ નથી, હું શાહરૂખ ખાન કે દીપિકા પાદુકોણની વિરુદ્ધ છું. કારણ કે તેની કોઈ સામાજિક સુસંગતતા નથી, અને માત્ર રોમાંચ પ્રદાન કરે છે. તેથી જ હું આવી ફિલ્મોને લોકોનું અફીણ ગણું છું, જે અન્ય અફીણ જેવા કે ધર્મ, ક્રિકેટ, ટીવી વગેરેની જેમ અસ્થાયી રૂપે લોકોનું ધ્યાન દેશના વાસ્તવિક મુદ્દાઓમાંથી બિન મુદ્દાઓ તરફ વાળે છે.

આ પણ વાંચો: અલકા યાજ્ઞિકે યુટ્યુબ પર BTS અને Tylor Swift જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોને માત આપીને રેકોર્ડ કર્યો

રોમન સમ્રાટો કહેતા હતા કે “જો તમે લોકોને રોટી ન આપી શકો તો તેમને સર્કસ આપો”. આજે તેઓ કહેત, “જો તમે લોકોને રોટી ન આપી શકો તો પઠાણ જેવી ફિલ્મો આપો.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ