scorecardresearch

અલકા યાજ્ઞિકે યુટ્યુબ પર BTS અને Tylor Swift જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોને માત આપીને રેકોર્ડ કર્યો

Alka yagnik: બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકે યુટ્યુબ પર પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાદ તેના પ્રશંસકો ખુશ ખુશાલ થઇ ગયા છે.

alka yagnik
ફેમસ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકે યુટ્યુબ પર સિદ્ધી મેળવી

Alka Yagnik Top Listed Singer on Youtube: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકની બોલિવૂડમાં ઘણી લાંબી અને યાદગાર સફર રહી છે. આજે દુનિયાભરમાં તેના અવાજના કરોડો ચાહકો છે, જે હંમેશા તેને સાંભળવા આતુર હોય છે. પોતાના સુરીલા અવાજથી લોકોના દિલ જીતનાર આ ગાયિકાએ યુટ્યુબ પર એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ બાદતેના ચાહકોની ખુશીનો કોઈ ઠેકાણું રહ્યુ નથી.

અલ્કા યાજ્ઞિકે 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધારે સાંભળવામાં આવેલી ગાયિકા (Alka Yagnik Top Listed Singer on Youtube) નો રેકોર્ડ નોંધાવ્યો છે. વર્ષ 2022 માં તેણીને સૌથી વધુ સાંભળવામાં આવી હતી, જેના કારણે તે વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ગાયિકા બની ગઈ છે.

ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડ્સ અનુસાર, વર્ષ 2022માં, અલ્કા યાજ્ઞિક 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પર સૌથી વધુ સાંભળવામાં આવેલી કલાકાર બની ગઈ છે. એટલું જ નહીં, લિસ્ટમાં એ વાત પણ સામે આવી છે કે સિંગરનું લોકપ્રિય ગીત ‘એક દિન આપ’ વર્ષ 2021 અને 2020માં પણ યુટ્યુબ પર 16.6 અબજ વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

ચાર્ટમાસ્ટર અનુસાર, લગભગ 20 ટકા યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ એકલા ભારતના છે. જ્યારે વૈશ્વિક સ્તરે સૌથી મોટો બજાર હિસ્સો માત્ર એશિયાનો છે, ત્યારે દક્ષિણ કોરિયન સુપરસ્ટાર BTS અને બ્લેકપિંક અનુક્રમે 7.95 બિલિયન અને 7.03 બિલિયન સ્ટ્રીમ સાથે ચાર્ટમાં ટોચ પર છે.

આ પણ વાંચો: પઠાણનો જાદુ ચોથા દિવસે પણ યથાવત! ફિલ્મે કરી બંપર કમાણી, કુલ આંકડો 200 કરોડને પાર

ટેલર સ્વિફ્ટ 4.33 બિલિયન, ડ્રેક 50માં સ્થાને 2.9 બિલિયન પર છે. આ ઉપરાંત ભારતીય ગાયક ઉદિત નારાયણ, અરિજિત સિંહ અને કુમાર સાનુ પણ અનુક્રમે 10.8 બિલિયન, 10.7 બિલિયન અને 9.09 બિલિયન સાથે આ યાદીમાં સામેલ છે.

Web Title: Alka yagnik top listed singer on youtube bts songs bollywood news

Best of Express