scorecardresearch

Asksrk: શાહરૂખ ખાનને એક ફેન્સે કહ્યું…બોક્સ ઓફિસ પર સલમાન ખાનનો મુકાબલો નહીં કરી શકો, અભિનેતાએ આપ્યો આવો જવાબ

બોલિવૂડ કિંગ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાને Asksrk સેશન ટ્વિટર પર રાખ્યો હતો. જેમાં શાહરૂખ ખાને પ્રશંસકોના પ્રશ્નોના ઘણા મજેદાર જવાબ આપ્યા છે.

shahrukh khan
શાહરૂખ ખાન અને સલમાન ખાન ફાઇલ તસવીર

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) સાથે પાંચ વર્ષ બાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ચારેય તરફ શાહરૂખ ખાન (Shahrukh khan) છવાયેલો છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ત્યારે શાહરૂખ ખાન પ્રત્યે પ્રશંસકોની એવી દિવાનગી અને ક્રેઝ જોવા મળ્યો હતો કે ફિલ્મના એડવાન્સ બુંકિગથી લઇને કમાણી મામલે ‘પઠાણ’એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

પઠાણએ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર 55 કરોડનો વેપાર (Pathaan opening day collection) કરી KGF 2 અને Bahubali 2નો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે શાહરૂખ ખાને તેના ચાહકોનો આભાર વ્યક્ત કરવા માટે #AskSRK સેશન રાખ્યો હતો.

આ સેશનમાં શાહરૂખ ખાન પર ફેન્સે સવાલોનો ઢગલો કરી દીધો હતો. જેમાં કેટલાક સવાલ તેની ફિલ્મ સાથે જોડાયેલા હતા તો ઘણા તેના અંગત જીવન સાથે જોડાયેલા હતા. ત્યારે કિંગ ખાને પણ આ તમામ સવાલોના જવાબ દિલ ખોલીને આપ્યા હતાં.

આસ્ક સેશનમાં શાહરૂખ ખાનને એક વ્યક્તિએ કહ્યું હતુ કે, તે બોક્સ ઓફિસ પર સલમાન ખાન સાથે સ્પર્ધા કરી શકશે નહીં. શાહરૂખ ખાને આ યુઝરને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: અલકા યાજ્ઞિકે યુટ્યુબ પર BTS અને Tylor Swift જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોને માત આપીને રેકોર્ડ કર્યો

શાહરૂખ ખાને ગતરોજ ટ્વિટર પર જવાબ આપતા લખ્યું હતું કે, મને ખૂબ સારું લાગે છે કે તમે બધા મને ખૂબ પ્રેમ આપી રહ્યા છો. ચાલો શક્ય તેટલી થોડી મિનિટો માટે #AskSRK કરીએ. પઠાણ. આ દરમિયાન એક યુઝરે તેને પૂછ્યું, ‘સર પઠાણ હિટ થઈ ગઈ છે પરંતુ બોક્સ ઓફિસ પર સલમાન ખાનને ટક્કર આપી શકો નહીં.’ આ અંગે કિંગ ખાને કહ્યું કે, સલમાન ભાઇ છે…તે શું કહે છે આજકાલ…યંગ લોગ હાં…GOAT (ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ)

Web Title: Shrukh khan asksrk twitter salman khan cemeo pathaan box office world wide collection latest news

Best of Express