શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને સુપરહિટ બનાવવા માટે આ નેગેટિવ પબ્લીસિટી સ્ટંટ કરાયો હતો?

pathaan box office collection: શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ પઠાણનો મોટા પડદા પર જોરદાર કમાલ જોવા મળી રહ્યો છે. ત્યારે પઠાણએ અત્યાર સુધી કેટલો વેપાર કર્યો છે તેમજ એવી કેટલી ફિલ્મો છે જે નેગેટિવ પબ્લીસિટીના કારણે તાબડતોબ કમાણી કરી ચૂકી છે તે અંગે આ અહેવાલમાં વાંચો.

Written by mansi bhuva
February 01, 2023 14:51 IST
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને સુપરહિટ બનાવવા માટે આ નેગેટિવ પબ્લીસિટી સ્ટંટ કરાયો હતો?
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પઠાણ મુવીને લઇને જાણો આ ખાસ વાત

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. કિંગ ખાનની ફિલ્મે રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું જે અત્યાર સુધી ચાલુ છે. એડવાન્સ બુકિંગથી લઈને સૌથી ઝડપી 100 કરોડ, 200 કરોડ અને 250 કરોડની કમાણી કરનાર પઠાણ સૌથી ઝડપી 300 કરોડની ક્લબમાં પહોંચનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. આ સાથે પઠાણ શાહરૂખ ખાનના કરિયરની પહેલી 300 કરોડની ફિલ્મ પણ બની ગઈ છે.

શાહરૂખ ખાને લગભગ પાંચ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે. આવામાં શાહરૂખ ખાન માટે ‘પઠાણ’ હિટ જાય તે ખુબ મહત્વપૂર્ણ હતું. મહત્વનું છે કે, ‘પઠાણ’ રિલીઝ થયા પહેલા ફિલ્મ વિરુદ્ધ જોરશોરમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તદ્ઉપરાંત શાહરૂખ ખાનને મારી નાંખવાની ધમકી પણ મળી હતી. તેમ છતાં ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને KGF અને બાહુબલી 2 જેવી હિટ ફિલ્મોને કમાણી મામલે પછાડી નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે.

પઠાણ ફિલ્મ એડવાન્સ બુકિંગથી લઈને સૌથી ઝડપી 100 કરોડ, 200 કરોડ અને 250 કરોડની તથા 300 કરોડની ક્લબમાં પહોંચનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું ફિલ્મને સૂપરહિટ બનાવવા માટે જ નેગેટિવ પબ્લીસિટી કરાઇ છે? શું આ બંપર કમાણીનું એક સાધન છે? આ સવાલ થવો સ્વાભાવિક છે, કારણ કે આ પહેલા પણ બોલિવૂડની ઘણી ફિલ્મોનો પૂરજોશમાં વિરોધ કરાયો છે. આ તમામ ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આવો જાણીએ એ ફિલ્મોના નામ?

1 સૌપ્રથમ અભિનેત્રી દીપિકા પાદુકોણની ‘પદ્માવત’ પણ ખુબ વિવાદોમાં રહી છે. ફિલ્મમાં દીપિકાના કેટલાક સીનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 300 કરોડ સુધી કમાણી કરી હતી.

2 દીપિકા પાદુકોણ અને રણવીરની ફિલ્મ બાજીરાવ મસ્તાની પર પણ પ્રતિબંધ કરવાનો વિરોધ થયો હતો. આ ફિલ્મમાં ઈતિહાસને ખોટી રીતે દેખાડવાનો આરોપ લાગ્યો હતો.

3 આ પછી ફિલ્મ ‘રામ લીલા’ના નામને લઈને પણ ખુબ વિવાદ થયો હતો. ત્યારબાદ ફિલ્મમાં રોમેન્ટિક એન્ગલને લઈ ધમાલ મચી હતી.

4 દીપિકાની ફિલ્મ ‘છપાક’ પણ ચર્ચામાં આવી હતી. ફિલ્મના પ્રમોશન માટે દીપિકા જેએનયુ પહોંચી હતી, ત્યાર બાદ ઘણો હોબાળો થયો હતો.

5 દીપિકાની ફિલ્મો એક યા બીજા કારણે ચર્ચામાં રહે છે. જેમાં તેની ફિલ્મ કોકટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં ભલે કોઈ વિવાદ ન હતો, પરંતુ દીપિકાએ પોતાના ડિપ્રેશનના ખુલાસાથી આ ફિલ્મને ચર્ચામાં લાવી દીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ