Pathaan: પઠાણ રિલીઝના એક દિવસ પહેલા લીક થતાં મોટો ઝટકો, નિર્માતાએ કરી અપીલ

Sharukh khan pathaan: બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની 'પઠાણ'ની લીક સંબંધિત તેના મેકર્સે કડક પગલું ભર્યું છે. મેકર્સે દર્શકોને ટ્વીટ કરીને અપીલ કરી છે.

Sharukh khan pathaan: બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની 'પઠાણ'ની લીક સંબંધિત તેના મેકર્સે કડક પગલું ભર્યું છે. મેકર્સે દર્શકોને ટ્વીટ કરીને અપીલ કરી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
shahrukh khan

શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ પઠાણએ પ્રથમ દિવસ કરી આટલી કમાણી

Pathaan Leaked: શાહરૂખ ખાન, જોન અબ્રાહ્મ તેમજ દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે મોટા પડદા પર અવતરિત થઇ ગઇ છે. આ સાથે લાંબા સમયથી રાહ જોનારા પ્રશંસકોની આતુરતાનો અંત આવ્યો છે. જો કે, ફિલ્મ પઠાણ રિલીઝના એક દિવસ પહેલા લીક થઇ જવાથી નિર્માતાઓ તેમજ સ્ટારકાસ્ટની તો ઉંઘ જ ઉડી ગઇ હતી. તેમને કોઇએ 440 વોટનો ઝટકો આપ્યો હોય તેવી અનુભૂતિ થઇ. આવામાં ફિલ્મ નિર્માતાએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે.

Advertisment

મહત્વનું છે કે, 'પઠાણ' યશ રાજ ફિલ્મસની બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મ 250 કરોડમાં બની છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જ્યારે દીપિકા પાદુકોણને આ ફિલ્મ માટે 15 કરોડ અને જોન અબ્રાહમને 20 કરોડ મળ્યા હતા. તે જ સમયે, સલમાન ખાનનો કેમિયો છે. મેકર્સે સલમાનને મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ તેણે તે લેવાનો ઇનકાર કર્યો હતો.

'પઠાણ'ની પાયરસી રોકવા માટે તેના મેકર્સે કડક પગલું ભર્યું છે. મેકર્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના સ્પોઇલર્સ કે વીડિયો શેર ન કરે. આ સિવાય તેમણે પોતાનું ઈમેલ આઈડી જાહેર કર્યું છે, જેના પર લોકોને પાઈરેસીની ફરિયાદો આપવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisment

શાહરૂખ ખાનનીં પઠાણ એડવાન્સ બુકિંગમાં 5.56 લાખ ટિકિટ વેચનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. આ ટિકિટો માત્ર પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ જેવા નેશનલ ચેઈન મલ્ટિપ્લેક્સ માટે છે. જોકે, હિન્દી ડબ વર્ઝનમાં 'બાહુબલી 2' ટોપ પર છે. 'બાહુબલી 2'ના એડવાન્સ બુકિંગમાં 6.50 લાખનું વેચાણ થયું હતું. જ્યારે 'KGF 2' માટે 5.15 લાખ એડવાન્સ ટિકિટ બુકિંગ કરવામાં આવી હતી.

'પઠાણ'ની 5 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ. રિપોર્ટ અનુસાર, ફિલ્મિઝિલા અને ફિલ્મ4વેપ નામની સાઈટ પર 'પઠાણ' લીક થઇ હોવાનો અહેવાલ છે. પઠાણ આ બંને સાઈટ પર 'કેમરિપ' અને 'પ્રી-ડીવીડી રિપ'ના નામથી છે.

https://www.instagram.com/p/CnORogvKQ1H/?hl=en

આ પણ વાંચો: દીપિકા પાદુકોણએ અનંત અંબાણીની સગાઇમાં આકર્ષક લુક માટે લાખો રૂપિયા ખર્ચ્યા, કિંમત જાણીને ચોકી જશો

'પઠાણ' ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.

પઠાણ મુવી શાહરૂખ ખાન celebrities દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ