Gauri Khan: શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ઈડીની નોટિસ, 30 કરોડની ઉપાચતનો મામલો

Gauri Khan Receives ED Notice: બોલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ઈડીએ 30 કરોડ રૂપિયાની ઉપાચત સંબંધિત એક કેસમાં નોટિસ મોકલી છે.

Written by Ajay Saroya
December 19, 2023 19:04 IST
Gauri Khan: શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને ઈડીની નોટિસ, 30 કરોડની ઉપાચતનો મામલો
બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન સાથે. (Photo - @gaurikhan Insta)

Gauri Khan Receives ED Notice: બોલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન મોટી મુશ્કેલીમાં મુકાઇ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગૌરી ખાનને કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ 30 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ સમગ્ર કેસ રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રૂપ કૌભાંડ સંબંધિત હોવાનું કહેવાય છે.

ગૌરી ખાનને 30 કરોડની નોટિસ (Gauri Khan Receives ED Notice)

ગૌરી ખાનને ઇડીએ 30 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. ગૌરી ખાન રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રૂપની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને વર્ષ 2015માં લખનઉની આ રિયલ્ટ એસ્ટેટ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. હવે આ રિયલ્ટી કંપની પર આરોપ છે કે તેણે બેંક અને રોકાણકારોના લગભગ 30 કરોડ રૂપિયાની ઉપાચત કરી છે. આથી હવે ગૌરી ખાન પણ આ કેસની તપાસના સંદર્ભમાં ઇડીની રડારમાં છે. ઇડી

ગૌરી ખાનનો રિયલ્ટી કંપની સાથે કયો કરાર હતો અને તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેટલી રકમ ચૂકવવામાં આવી હતી તે વિશે ઇડી પૂછપરછ કરી શકે છે.

શું છે સમગ્ર મામલો? (Tusiyana Group Scam Case)

આ કેસની વાત કરીયે તો થોડાક મહિનાઓ પહેલા મુંબઈમાં રહેતા કિરીટ જસવંત નામના વ્યક્તિએ લખનઉમાં ગૌરી ખાન વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. જેમાં હવે ઈડીએ ગૌરી ખાનને નોટિસ મોકલી છે. હકીકતમાં ગૌરી ખાન રિયલ એસ્ટેટ કંપની તુલસીયાની ગ્રૂપની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ રિયલ્ટી કંપની પર રોકાણકારો અને બેંકોના 30 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.

તમને જણાવી દઈએ કે આ મામલો માર્ચ 2023માં પ્રકાશમાં આવ્યો હતો અને ફરિયાદીએ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી. ફરિયાદીએ માત્ર ગૌરી ખાનની સાથે તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડના સીએમડી અને ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગૌરી ખાન તે કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી, તેથી લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે તેની સામે કેસ કેમ નોંધવામાં આવ્યો?

આ પણ વાંચો | શાહરૂખ ખાનની ‘ડંકી’એ છપ્પરફાડ કમાણી કરી, ડંકીને સૌથી વહેલો શો મળીને સિનેમા હિસ્ટ્રી નોંધાવી

તમને જણાવી દઈએ કે ફરિયાદીએ કહ્યું હતું કે તેણે ગૌરી ખાનના પ્રમોશનથી પ્રેરિત થઈને આ રિયલ એસ્ટેટ કંપની પાસેથી ઘર ખરીદ્યું હતું. જેના માટે તેણે પૈસા ચૂકવ્યા છે પરંતુ તેને મકાન મળ્યું નથી. ફરિયાદીએ વર્ષ 2015માં તુલસિયાની ગ્રૂપ પાસેથી રૂ. 85 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો, આ ફલેટ મેળવવા માટે તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ