શાહરૂખ ખાન (Shahrukh Khan) છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર પર પ્રશંસકો સાથે ચેટ કરી રહ્યો છે. ત્યારે અભિનેતાએ ફરી એકવાર ટ્વિટર પર #AskSrk સેશન (AskSrk Session) રાખ્યો હતો. જેમાં ચાહકોએ શાહરૂખ ખાનને ઘણા રમુજી પ્રશ્નો પૂછ્યા હતા. શાહરૂખે પણ ઇમાનદારીપૂર્વક ફેન્સને સંતુષ્ટ કરાવવા માટે તેમના તમામ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
શાહરૂખ ખાને સોશિયલ મીડિયા જવાબ આપતા લખ્યું હતું કે, “બહુત દિન હો ગયે, હમ કહાં સે કહા આ ગયે… મને લાગે છે કે મારી જાતને અપડેટ કરવા માટે થોડું #AskSRK કરવું યોગ્ય છે. મહેરબાની કરીને પ્રશ્નોને મજેદાર બનાવો…ચાલો શરુ કરીએ”
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં પ્રેમી યુગલોએ ઉત્સાહભેર વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો હતો. આ તકે શાહરૂખ ખાનને એક ચાહકે ગૌરી ખાન સંબંધિત એક સવાલ કર્યો હતો. ફેને પ્રશ્ન પૂછ્યો હતો કે, તમારી પત્ની ગૌરી ખાનને પ્રથમ વેલેન્ટાઇન ડે પર શું ગિફ્ટ આપી હતી? જે અંગે બોલિવૂડ કિંગ ખાને જવાબમાં લખ્યું હતું કે, લગ્નના 34 વર્ષ થઇ ગયા છે, મને લાગે છે કે, મેં પિંક કલરના પ્લાષ્ટિકના ઇયરિંગ્સ આપ્યા હતા.
મહત્વનું છે કે, શાહરૂખ ખાનનો ચાહકવર્ગ ખુબ વિશાળ છે. આવામાં #asksrk સેશનમાં ગૌરી ખાન સિવાય ફેન્સે તેનો નાનો પુત્ર અબ્રાહ્મ વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.
બોલિવૂડ સ્ટારે તેના શરીર વિશે અને તે કેવી રીતે તેની જાળવણી કરે છે તે વિશે પણ વાત કરી હતી. એક સોશિયલ મીડિયા યુઝરે પૂછ્યું કે, શું તેની પાસે હજુ પણ એબ્સ છે કે ‘બટર ચિકન’ને કારણે તે ગાયબ થઈ ગયા છે. ટાઈગર શ્રોફના હીરોપંતી ડાયલોગને ટાંકીને, SRKએ ઝડપથી જવાબ આપ્યો, “જેમ કે મારા બેબી ટાઈગર શ્રોફે કહ્યું હતું કે” અન્ય કે આતે નહીં મેરે જાતે નહીં “હા હા.”
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે છેલ્લા કેટલાક દિવસથી ‘પઠાણ’ના કારણે ખુબ ચર્ચામાં રહ્યો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી મામલે 600 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂક્યો છે. હવે શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં ‘જવાન’ની ચર્ચા થઇ રહી છે.