Shaitaan Review : અભિનેતા અજય દેવગણ (Ajay Devgan) ની ફિલ્મ શૈતાન આજે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. કાળો જાદુ (Black Magic) અને વશીકરણ પર આઘારિત આ હોરર ફિલ્મની કહાની કબીર (અજય દેવગણ) અને તેના ખુશહાલ પરિવારની છે. આ અહેવાલમાં ફિલ્મ શૈતાનનો રિવ્યૂ વાંચો.
અજય દેવગણ પોતાની પત્ની જ્યોતિકા, દીકરી જ્હાન્વી (જાનકી બોડીવાલા) અને દીકરા ધ્રુવ (અંગદ રાજ) સાથે ફાર્મહાઉસ પર રજાઓ માણવા જાય છે. જ્યાં તેની મુલાકાત એક અજાણ્યા શખ્સ વનરાજ (આર. માધવન) સાથે થાય છે. તે કબીરની એક નાનકડી મદદ કરે છે પરંતુ આ ઓળખાણ તેને ભારે પડી જાય છે.
ફિલ્મ શૈતાનમાં સ્ટાર કાસ્ટિંગની વાત કરીએ તો અજય દેવગણ અને આર માધવનની એક્ટિંગના વખાણ થઇ રહ્યા છે. બંનેએ પોતાનું પાત્ર કમાલનું નિભાવ્યું છે. બીજી તરફ જાનકી બોડીવાલની વાત કરીએ તો તેણે પોતાનું પાત્ર બખુબી નિભાવ્યું છે.
શૈતાનના ડારેક્શનની વાત કરીએ તો વિકાસ બહલે પોતાની જવાબદારી સારી રીતે અદા કરી છે. ફિલ્મમાં દરેક સીન એટલી મજબૂતી સાથે પ્રદર્શિત કરાયા છે કે તે દર્શકોને ફિલ્મ પૂરી કરવા સુધી જકડી રાખે છે.
ઉલ્લેખનીય છે કે, શૈતાન ગુજરાતી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે. ફિલ્મ વશ ગયા વર્ષે ગુજરાતીમાં રિલીઝ થઇ હતી અને ખુબ વાહવાહી લૂંટી હતી. વાર્તાનું ટેન્શન, ડર અને ભયનો માહોલ દર્શકો શરૂઆતથી જ અનુભવવા લાગે છે. જેનો શ્રેય શૈતાન બનેલા એક્ટર આર. માધવન અને તેની કઠપૂતળી બની ગયેલી એક્ટ્રેસ જાનકી બોડીવાલાને જાય છે.
મહત્વનું છે કે, અજય દેવગણની આ વર્ષે બેક ટુ બેક અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. આ દિવસોમાં અજય દેવગણ સિંઘમ અગેનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. સિંઘમ એક ફેમસ ફ્રેન્ચાઇઝ છે જેના અત્યાર સુધીમાં બે પાર્ટ બનીને રિલીઝ થઇ ગયા છે. બંન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ સિવાય અજય દેવગણની પાસે મૈદાન, ઔરોં મેં કહાં દમ થા, રેડ 2, સન ઓફ સરદાર 2, ધમાલ 4 જેવી ફિલ્મો છે. આ ફિલ્મો એક પછી એક મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે