મહારાજ ફેમ અભિનેત્રી શાલિની પાંડે (Shalini Pandey) એ આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે તેના લુક અને અવાજને લઈને સરખામણી વિશે ખુલાસો કર્યો હતો.બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં શાલિની પાંડેએ અનન્યા પાંડે, અદિતિ રાવ હૈદરી, તૃપ્તિ ડિમરી સાથે વાત કરી હતી. તેણે વાતચીતમાં કહ્યું કે લોકો મારા અને આલિયાના અવાજ અને લુક વિશે સરખામણી કરતા રહે છે.
શાલિની પાંડેએ કહ્યું, અગાઉ તે સરખામણીઓથી થોડી ચિડાઈ જતી હતી કારણ કે તે ઈચ્છતી હતી કે લોકો તેને તેના સાચા સ્વરૂપમાં જુએ અને કોઈ સરખામણી માટે નહીં. તે કહે છે, “પહેલાં, હું થોડી ચિડાઈ જતી હતી કારણ કે જ્યારે તમારી સરખામણી કોઈની સાથે કરવામાં આવે છે, ત્યારે તમે વિચારો છો, ના, હું જે છું એ રિયલ છું, તેથી હું આવું વિચારતી હતી.”
આ પણ વાંચો: વિક્રાંત મેસીએ એકટિંગને કહ્યું અલવિદા, આ પોસ્ટ દ્વારા ફેન્સને ચોંકાવ્યા
અહીં જણાવી દઈએ કે ચાહકોએ વારંવાર નિર્દેશ કર્યો છે કે શાલિની પાંડે આલિયા ભટ્ટ જેવી દેખાય છે, ખાસ કરીને તેના સોશિયલ મીડિયા ફોટોઝ અને વિડિયોઝ પરથી. આલિયાએ મહારાજના તેના પાત્ર માટે હિન્દી ભાષામાં ડબ પણ કર્યું હતું.
આ પણ વાંચો: ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા અલ્લુ અર્જુન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
શાલિની પાંડે મુવીઝ (Shalini Pandey Movies)
શાલિની પાંડે મહારાજ ફિલ્મ માટે જાણીતી છે. તેણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મો માટે કામ કર્યું છે. અભિનેત્રીએ વર્ષ 2022 માં રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર સાથે તેની હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. બે વર્ષના બ્રેક બાદ તેણે તેની આગામી હિન્દી ફિલ્મ ‘મહારાજ’ માં કામ કર્યું હતું.





